ટ્રાફિક નિયમન માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામું.

SHARE:

ટ્રાફિક નિયમન માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામુંઃ
 
કડોદ-કોસાડી રોડ ઉપર આવેલ હાઇ લેવલ બ્રીજ અક્રોસ તાપી રીવરની કામગીરી શરૂ કરવાની હોવાથી રસ્તો બંધ કરી ડાયવર્ઝન રૂટ અપાયો
કડોદ- કોસાડી રોડ ઉપર આવેલ હાઇ લેવલ બ્રીજ અક્રોસ તાપી રીવરની કામગીરી શરૂ કરવામાં આવી રહી છે જેને ધ્યાને લઈને ટ્રાફિક નિયમન વ્યવસ્થિત ચાલે તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જળવાઈ રહે તે માટે સુરત જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી વિજય રબારીએ જાહેરનામું પ્રસિધ્ધ કર્યું છે.
જાહેરનામા અનુસાર કડોદ કોસાડી રોડ ઉપર આવેલ હાઇ લેવલ બ્રીજ અક્રોસ તાપી રીવરની કામગીરી ચાલુ કરવાની હોવાથી તા.૨૪/૦૨/૨૦૨૫ થી તા.૩૧/૧૦/૨૦૨૫ સમય દરમ્યાન રસ્તો બંધ રહેશે. વૈકલ્પિક રસ્તા તરીકે ભારે વાહનો માટે ઉમરસાડી-કોસાડી-ઉન-પુના રોડથી SH-65 થઇ માંડવીથી તરસાડા-કડોદ હરિપુરા(ટી.કે.બી.એસ.એન રોડ,SH-88) અને હળવા વાહનો માટે કડોદ-કોસાડી રોડ થી નવા સર્વિસ રોડ તરફ ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવ્યો છે. હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!