સુરત મનપાની વોર્ડ નં.૧૮ની પેટા ચૂંટણી-૨૦૨૫

SHARE:

સુરત મનપાની વોર્ડ નં.૧૮ની પેટા ચૂંટણી-૨૦૨૫
 
અધિકૃત વ્યક્તિ કે માલિકની પરવાનગી વિના જાહેર-ખાનગી મિલકતોની દિવાલો પર સુત્રો, પોસ્ટર, પ્રચાર સામગ્રી ચોંટાડવા પર પ્રતિબંધ
આગામી તા.૧૬ ફેબ્રુઆરીના રોજ સુરત મહાનગરપાલિકાના વોર્ડ નં.૧૮ની પેટા ચૂંટણીનું મતદાન અને ૧૮ ફ્રેબુઆરીના રોજ મતગણતરી યોજાશે. જેને અનુલક્ષીને પોલીસ કમિશનરશ્રી અનુપમસિંહ ગહલૌતે એક જાહેરનામું બહાર પાડ્યું છે.
જાહેરનામા મુજબ સુરત મહાનગરપાલિકાના વોર્ડ નં.૧૮ના ચુંટણી હેઠળના વિસ્તારમાં કોઈપણ રાજકીય પક્ષ અથવા ઉમેદવાર, કાર્યકરો-સમર્થકો દ્વારા ઉપરોકત વિસ્તારની જાહેર કે ખાનગી મકાન,મિલ્કત,જમીન,દિવાલ કે કંપાઉન્ડનો તે મિલકત ધારણ કરનાર અધિકૃત વ્યક્તિ કે માલિકની પરવાનગી સિવાય ચુંટણીલક્ષી પ્રચાર માટે ધજા, પતાકા, બેનરો લટકાવવા, નોટીસો ચોંટાડવા, સુત્રો નિેશાનીઓ લખી મિલકતને હાનિ,નુકસાન કરવું નહિ. અધિકૃત વ્યક્તિ કે માલિકની પરવાનગી વિના જાહેર-ખાનગી મિલકતોની દિવાલો પર સુત્રો, પોસ્ટર, પ્રચાર સામગ્રી ચોંટાડવા પર પ્રતિબંધ રહેશે..એક રાજકીય પક્ષના કાર્યકરો કે ટેકેદારો અન્ય પક્ષોની સભામાં તેમના પોતાના પક્ષનું સાહિત્ય વિતરણ કરી ખલેલ કરશે નહિ તેમજ એક પક્ષ દ્વારા લગાવવામાં આવેલ પોસ્ટર બીજા પક્ષના કાર્યકરો તે ટેકેદારો દુર કરી શકશે નહી. આ જાહેરનામું તા.૨૧/૦૨/૨૦૨૫ સુધી અમલમાં રહેશે. જાહેરનામાનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!