પ્રાઈઝ સપોર્ટ સ્કીમ (PSS) હેઠળ તુવેરની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે.
ખેડુતોને નોંધણી કરવા અનુરોધઃ
ભારત સરકારે વર્ષ ૨૦૨૪-૨૫માં તુવેરનો ટેકાનો ભાવ રૂ.૭૫૫૦ પ્રતિ ક્વિન્ટલ જાહેર કર્યો છે. પ્રાઈઝ સપોર્ટ સ્કીમ(PSS) હેઠળ ટેકાના ભાવે ખરીદી તા.૦૩/૦૨/૨૦૨૫ થી ૧૮/૦૨/૨૦૨૫ થી શરૂ કરવામાં આવશે. જે અંગે ગ્રામ્ય કક્ષાએ ઈ-ગ્રામ કેન્દ્રો ખાતેથી VCE મારફતે ખેડૂતોની નોંધણીના ફેડના ઈ-સમૃધી પોર્ટલ પરથી થઇ શકશે. જેથી જિલ્લાના ખેડૂત લાભાર્થીઓએ મહત્તમ લાભ લેવા સુરત જિલ્લા ખેતીવાડી અધિકારીની યાદીમાં જણાવાયું છે.





