સમસ્ત આદિવાસી સમાજ ની ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઇ:ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ક્રિકેટ ટુર્નામેન્ટનો શુભારંભ કરાવ્યો

SHARE:

સમસ્ત આદિવાસી સમાજ ની ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઇ:ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ક્રિકેટ ટુર્નામેન્ટનો શુભારંભ કરાવ્યો

સુરત:- સમસ્ત આદિવાસી સમાજ સુરત શહેર દ્વારા નેશનલ ક્રિકેટ ગ્રાઉન્ડ મગદલ્લા ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટ યોજવામાં આવી હતી. રાજયના ગુહ રાજયમંત્રી હર્ષ સંઘવીએ માથે ફાડિયું બાંધી પ્રકૃતિ પૂજા કરી ટુર્નામેન્ટનો શુભારંભ કરાવ્યો હતો.
ગૃહરાજયમંત્રીએ સમાજના નવયુવાનોને સંગઠિત થઇ સમાજ ઉત્થાનનું કામ કરવા તેમજ સંગઠિત સમાજ સામે આવતા પડકારો સામે ઝીંક ઝીલી સમાજના પ્રશ્નોનું સમાધાન કરવા પ્રોત્સાહિત કર્યા હતા.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, સફેદ પઘડી સમાજનું અને રાજ્યનું સન્માન છે. એમ કહી તેમણે આદિવાસી પાઘડીને નમન કર્યું હતું. શહેરમાં ભેગા મળી સમાજને સ્પર્શતી નાની – નાની બાબતો પર ચર્ચા થાય એ જરૂરી છે એમ કરી તેમણે સમાજના પશ્નોનોના નિરાકરણ માટે જરૂરી મદદરૈપ થવા તત્પરતા દાખવી હતી.
સમસ્ત આદિવાસી સમાજ દ્વારા યોજાયેલી આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં સુરત વસતા આદિવાસી સમુદાયની બાર ટીમોએ ભાગ લીધો હતો. આ ટુર્નામેન્ટ સમાજ ભવનના નિર્માણના શુભ આશયથી યોજવામાં આવી છે.
આ પ્રસંગે કોકણી સમાજના પ્રમુખ એમ બી માહલા, ગામિત સમાજના બાબુભાઇ ગામિત, વસાવા સમાજના પ્રમુખ ચીમનભાઈ વસાવા, નાયકા સમાજના પ્રમુખ શ્રી રમણભાઈ નાયકા, મીણા સમાજના પ્રમુખ શ્રી રાકેશભાઈ મીણા, ભીલ સમાજના પ્રમુખ હિતેશભાઈ મુડવાલા, સંપસભાના પ્રમુખશ્રી મનાતભાઈ ભમાત, રેલ્વે પટ્ટી કુકણા સમાજના પ્રમુખ ભૂપેન્દ્રભાઈ પવાર સહિત સમાજના વડીલો ઉપસ્થિત રહી સમાજના નવયુવાનોને પ્રોત્સાહિત કરવામા આવ્યા હતા. સમાજના અધ્યક્ષ કાંતિભાઈ કુનબી એ સમસ્ત આદિવાસી સમાજ સુરત શહેરનો આભાર વ્યક્ત કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!