પુના ગામે દીપડાએ વાછરડી પર હિંસક હુમલો કરી મોતને ઘાટ ઉતારી દેતા લોકો ભયભીત.

SHARE:

પુના ગામે દીપડાએ વાછરડી પર હિંસક હુમલો કરી મોતને ઘાટ ઉતારી દેતા લોકો ભયભીત.

મહુવા તાલુકામાં દીપડાઓ હવે હિંસક બની રહ્યા છે ત્યારે પુના ગામે વધુ એક દીપડાનો હિંસક હુમલો જોવા મળ્યો છે.પુના નેવા ફળિયા ખાતે હમણાં થોડા સમય પહેલાં જ દીપડાએ એક વાછરડાં પર હુમલો કર્યો હતો જે ઘટના હજુ વિસરાઈ નથી ત્યાંતો વધુ એક ઘટનાના સમાચાર જાણવા મળ્યા છે.પુના નેવા ફળિયા ખાતે રહેતા રતનભાઈ છગનભાઇ પટેલ.નેવા ફળિયા પુના તા.મહુવ જી.સુરત જેઓના કોઠારમાં રાત્રી ના લગભગ 1:30 કલાક ના આસપાસ પશુઓની અફરા તફરી થી પશુ પાલક જાગી જતા ઘરની બહાર નીકળતા દીપડો પશુપાલકનો અવાજ આવતા જ દીપડો ત્યાં જ હુમલો કરેલ મોતને ઘાટ ઉતારેલ વાછરડાં ને ત્યાં જ મૃત હાલતમાં છોડી ત્યાંથી અંધારામાં પલાયન થઈ ગયો હતો.ઘટના અંગે વન વિભાગને જાણ કરાતા વન વિભાગ દ્વારા જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી પરંતુ ત્યાંના સ્થાનિક લોકો રાત્રી દરમ્યાન ફરી દીપડો અધૂરા શિકારની શોધમાં આવશે એવા ભયથી ભયભીત થઈ ગયા છે ત્યારે અગાઉ પણ આજ વિસ્તારમાં દીપડાના પશુ પરના હુમલાઓ થઈ ચૂક્યા છે ત્યારે વન વિભાગ આ હિંસક બનેલ દીપડાને ક્યારે પાંજરે પૂરે તે હવે જોવું રહ્યું?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!