મહુવાના તરસાડી સી.એન.જી.પંપ કંઈક આવી દુર્ઘટના સર્જાઈ હતી..

SHARE:

મહુવાના તરસાડી સી.એન.જી.પંપ કંઈક આવી દુર્ઘટના સર્જાઈ હતી..

પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગત મુજબ બારડોલી નગરમાં શાસ્ત્રીરોડ પર આવેલ ગંગાનગર સોસાયટીમાં રહેતા ડાહ્યાભાઈ ભીખુભાઈ દેસાઈ તા-27/01/2025ને સોમવારના રોજ સવારે સાતેક વાગ્યાના અરસામાં પોતાની કાર (GJ-05-CP-5086) લઈ કાની ગામ ખાતે પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને લેવા માટે જતી વખતે મહુવા તાલુકાના તરસાડી ગામની સીમમાં આવેલ ઈશ્વર કૃપા પેટ્રોલપંપ પર પોતાની કારમાં સી.એન.જી ગેસ ભરાવી રહ્યા હતા.તે દરમિયાન તેઓ કારની સામે ઊભા હતા અને અચાનક આકસ્મિક રીતે સી.એન.જી ગેસ ભરવાની ફ્યુલ પાઈપ અચાનક નોઝલમાંથી છુટો પડી જતા કાર ચાલક ડાહ્યાભાઈને માથા અને નાકના ભાગે વાગતા તેઓ જમીન પર પડી ગયા હતા. સ્થાનિકો દ્વારા ત્વરિત ઇજાગ્રસ્તને સારવાર માટે બારડોલી ખાતે સરદાર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.જ્યા ઈજાગ્રસ્ત ડાહ્યાભાઈ દેસાઈને માથાના ભાગે બે ટાંકા અને નાકની નીચે ચાર ટાંકા આવ્યા હતા.ઘટના અંગે મહુવા પોલીસને જાણ થતાં પોલીસે ઈજાગ્રસ્ત યુવાનની ફરિયાદ આધારે જાણવા જોગ દાખલ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!