બે માસથી ટી.સી.બંધ હાલતમાં ખેડૂતના પાકને મસમોટું નુકસાન વેઠવાનો વારો.
કોન્ટ્રકટ પર ચાલતી પદ્ધતિ સામે ખેડૂતો થઈ રહ્યા છે પાયમાલ.
મહુવા તાલુકાના બામણિયા સબ ડીવીઝન હંમેશા પોતાની આળસાઈ બાબતે પંકાઈ ચૂક્યું છે ત્યારે વારંવાર વિવાદોના ઘેરામાં છવાઈ ચૂકેલ બામણિયા સબ ડીવીઝન ના અધિકારીઓની વધુ ઠીલી નીતિ સામે આવી છે.તાલુકાના ડુંગરી ગામના ખેડૂત દિનેશભાઈ રામસિંગભાઈ ચૌધરી ના ખેતરમાં છેલ્લા બે માસ પહેલા થી વીજ પ્રવાહ બંધ હાલતમાં છે અને બામણિયા સબ ડિવિઝન ને જાણ કરાતા ટી.સી.બગડી ગયેલ છે બદલાઈ જશે એવા જવાબો વારંવાર મળ્યા હતા પરંતુ અહીંયા સવાલો એ ઉભા થાય કે સરકાર જ્યારે ખેડૂત પ્રોત્સાહન આપી ખેડૂતને આગળ વધવા અનેક પ્રકારની યોજનાઓ બહાર પાડી રહી છે તેમજ ખેડૂતોનું આર્થિક જીવન ધોરણ સુધારવાનો પ્રયાસ કરી રહી છે પરંતુ જ્યારે ખેતી માટે ખાતર પાણીની જરૂરિયાત વગર ખેતી થઈ શકે એમના હોય તો સરકાર ખેડૂતને ખાતર માટે કિસાનનિધિ યોજના થકી કિશાનોને મદદ કરી રહી પરંતુ પાણી વગર તો ખેતી શક્ય જ નથી ત્યારે ડુંગરી ગામના આ ખેડૂતના ખેતરમાં વીજ પ્રવાહ જ મળતો ના હોય ત્યારે ઉભેલ શેરડીનો પાક નાશ થવાના આરે પહોંચી ગયો છે.તો શું આવા સંજોગોમાં ખેડૂત ને વીજ કંપની ખેડૂત ને વળતર આપશે ખરી? એવા અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે જ્યારે પણ વીજ બિલ બાકી હોય ત્યારે પઠાણી ઉઘરાણી કરતી વીજ કંપનીના કર્મચારીઓ વીજ પ્રવાહ કાર્યરત કરવામાં કેમ નિદ્રાધીન હાલતમાં જોવા મળે છે.ખેડૂત દ્વારા વારંવાર ટેલિફોનિક જાણ કરવા છતાં પણ ખેડૂતને હજુ સુધી કોઈ ન્યાય મળે એવી કાર્યવાહી થઈ નથી ત્યારે ડુંગરી ગામના ખેડૂતનો ઉભો પાક હવે પૂર્ણ નાશ થશે તો ખેડૂતને માથે હાથ દઈને રોવાનો વારો આવશે એ હવે ચોક્કસ નજરે પડી રહ્યું છે ત્યારે બામણિયા સબ ડીવીઝન ના જવાબદાર અધિકારી ડુંગરી ગામના ખેડૂત તરફ ધ્યાન આપી ટી.સી.બદલશે કે પછી હજુ પણ ખેડૂતે રાહ જોવી પડશે તે હવે જોવું રહ્યું.





