સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચુંટણી-૨૦૨૫ માટે મતદારોને પ્રોત્સાહિત પ્રશિક્ષણ કરવા શહેરની વિવિધ શાળાઓમાં મતદાન જાગૃતિ કાર્યકમો યોજાશે.
સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચુંટણી-૨૦૨૫ માટે મતદારોને પ્રોત્સાહિત પ્રશિક્ષણ કરવા અને મતદાર મતદાન કરવા પ્રેરાય અને કાયદા/નિયમોની જોગવાઇઓ અને ચુંટણી પ્રક્રિયા અંગે સમજણ મેળવે તે હેતુથી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચુંટણી-૨૦૨૫માં મતદાન જાગૃતિ અભિયાન અન્વયે તા.૨૩ જાન્યુઆરી થી તા.૦૧ ફેબ્રુઆરી સુધી શહેરની વિવિધ શાળાઓમાં મતદાન જાગૃતિના કાર્યક્રમો યોજાશે.
તા.૨૩મી જાન્યુઆરીએ મોગબ પ્રાથમિક શાળા અને સુમન હાઇસ્કુલ-૧૦માં માનવ આકૃતિ-માનવ સાંકળ બનાવવામાં આવશે. તા.૨૪મીએ સળિયા હેમાદ પ્રાથમિક શાળા, સેવન્થ ડે એડવેન્ટિસ્ટ, સરસ્વતિ મા. અને ઉ.મા શાળામાં મતદાન જાગૃતિ ગીત, સ્પર્ધા, ક્વિઝ કોમ્પિટિશન્સ યોજાશે. તા.૨૫મીએ સારોલી પ્રાથમિક શાળા, કુંભારીયા પ્રાથમિક શાળા, સમ્રાત ઇન્ટરનેશન શાળામાં નાટક, માઇમ અને નૃત્ય યોજાશે. તા.૨૬મીએ ઉર્દુ મિશ્ર શાળા, એમ.પી.લીલીયાવાલા શાળામાં શપથ, રેલી, સાઇન કેમ્પેઇન કરવામાં આવશે. તા.૨૭મીએ શાળા નં.૨૩૧ અને મહર્ષિ આસ્તિક ગોદાડરા શાળામાં ચિત્રો, પોસ્ટર સુત્રો લગાડી મતદાન જાગૃતિ કરવામાં આવશે. તા.૨૮ મીએ શાળા નં.૨૨૫, શાળા નં.૨૨૭ અને સાંદિપની વિદ્યાલયમાં વકતૃત્વ, નિબંધ સ્પર્ધા યોજાશે. તા.૨૯મીએ શાળા નં.૧૧૯, શાળા નં.૩૨૩ અને દક્ષિણામુર્તી ઇગ્લિશ સ્કુલમાં માનવ આકૃતિની સાંકળ બનાવવામાં આવશે. તા.૩૦મીએ જ્ઞાનદીપ વિદ્યાલય અને મોર્ડન એક્ષપરીમેન્ટલ સ્કુલમાં મતદાન જાગૃતિ ગીત સ્પર્ધા યોજાશે. તા.૩૧મીએ રામેશ્વર મા. અને ઉ.મા.શાળા અને એસ.પી.કુકડીયા સ્કુલમાં નાટક, માઇમ અને નૃત્ય યોજાશે. તા.૦૧ ફેબ્રુઆરીએ સુમન હાઇસ્કુલ-૭ અને આ.વી.દેસાઇ પ્રા.શાળા નં.૩૦૪માં બાળ સંસદ, વોકેથોન, વકતૃત્વ નિબંધ અને ક્વિઝ કોમ્પિટિશન્સ યોજાશે.





