કડોદરા GIDC પોલીસ સ્ટેશન દ્વારા વાહનો અને ભંગારની જાહેર હરાજી.
ગ્રામ્ય જિલ્લાના કડોદરા GIDC પોલીસ સ્ટેશન દ્વારા કબ્જે કરવામાં આવેલા વાહનો અને ભંગારની જાહેર હરાજી તા.૨૭ જાન્યુઆરી, ૨૦૨૫ના રોજ સવારે ૧૦:૦૦ વાગ્યે કડોદરા GIDC પોલિસ સ્ટેશન ખાતે રાખવામાં આવી છે. આ હરાજીમાં ભાગ લેવા માટે, રસ ધરાવતા વ્યાપારીઓ અને જાહેર જનતાને ૧૮ જાન્યુઆરી, ૨૦૨૫થી ૨૬ જાન્યુઆરી, ૨૦૨૫ દરમિયાન બપોરે ૧૧:૦૦ થી સાંજના ૬:૦૦ વાગ્યા સુધી કડોદરા GIDC પોલીસ સ્ટેશન ખાતે હાજર રહેવું.
હરાજીમાં ભાગ લેતા ઇચ્છુકોએ ફોર્મ ભરવાની સાથે આધારકાર્ડની પ્રમાણિત નકલ, પાન કાર્ડની નકલ, જી.એસ.ટી. નંબર ધરાવતી પ્રમાણિત નકલ (ફક્ત જી.એસ.ટી. ધરાવતા વ્યાપારીઓને જ મંજૂરી), તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો, ડિપોઝિટ પેટે રૂ. ૧,00,000 (એક લાખ) રોકડા જમા કરવાના રહેશે. આ ડિપોઝિટ રીફંડેબલ રહેશે.
હરાજીની શરતો અને હરાજી થનારા વાહનોનું નિરીક્ષણ કરવા ઇચ્છુક વ્યક્તિઓ હરાજીની તારીખ પહેલા કડોદરા GIDC પોલીસ સ્ટેશન ખાતે રૂબરૂ આવી શકાશે.હરાજી મંજુર કરવી કે નહિ તેનો આખરી આબાધિત અધિકાર હરાજી કરનાર કમીટીનો રહેશે. ફોર્મ ભરવાનનું સ્થળ કડોદરા GIDC પોલિસ સ્ટેશન રાખવામાં આવ્યું છે,એમ પોલીસ ઇન્સ્પેકટર કડોદરા GIDC પોલીસ સ્ટેશન,સુરત ગામ્યની યાદીમાં જણાવાયું છે.





