સામુહિક આરોગ્ય કેન્દ્ર, અનાવલ જિ.સુરત ખાતે મફત નેત્રયજ્ઞ યોજાયો

SHARE:

સામુહિક આરોગ્ય કેન્દ્ર, અનાવલ જિ.સુરત ખાતે મફત નેત્રયજ્ઞ યોજાયો


રેફરલ હોસ્પીટલ અને સામુહિક આરોગ્ય કેન્દ્ર,અનાવલ તા.મહુવા જિ.સુરત ખાતે આર.એન.સી. ફ્રી આઈ હોસ્પીટલ વલસાડ અને અતુલ રૂરલ ડેવલોપમેન્ટ ફંડ, અતુલ દ્વારા આયોજિત એક મુસ્લીમ બિરાદર પેરીસવાળાના સહયોગથી મફત નેત્રયજ્ઞ યોજાયો. કેમ્પની શરુઆત દિપ પ્રાક્ટય કરી કરવામા આવી. નેત્રયજ્ઞ કેમ્પમાં મોતિયા, ઝામર, વેલ જેવાં ઓપરેશનની જરૂરીયાત વાળા કુલ ૪૩૮ દર્દીઓના મફત નિદાન કરવામાં આવ્યું. જેમાં ૩૨૪ દર્દીઓને મફત ચશ્મા વિતરણ કરવામાં આવ્યું અને ઓપરેશનની જરુરીયાત વાળા કુલ-૫૫ દર્દીઓના ઓપરેશન કરવાની વ્યવસ્થા કરવામાં આવશે. મોતિયાના દર્દીઓને નેત્રમણી (લેન્સ) પ્રત્યારોપણ મફત કરવામાં આવશે. ઓપરેશનની જરૂરીયાતમંદ દર્દીઓને નેત્રયજ્ઞના દિવસ બાદ આર.એન.સી. ફ્રી આઈ હોસ્પીટલ વલસાડ ખાતે ઓપરેશન કરવામાં આવશે.
મફત નેત્રયજ્ઞ કેમ્પમાં તાલુકા હેલ્થ ઓફિસની ટીમ તથા ગામના ડો.યશવંત કેદારીયા, ડો.પ્રદિપ ગરાસીયા, બાનુબેન, વેપારીમંડળ તથા અન્ય આગેવાનો અને રેફરલ હોસ્પીટલના સ્ટાફ સેવા કાર્યમાં ખડેપગે ઉપસ્થિત રહ્યા હતાં. મફત નેત્રયજ્ઞ કેમ્પનું સમાપન ડો.પ્રમોદકુમાર ચૌધરી દ્વારા આભાર વ્યક્ત કરી કરવામાં આવ્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!