રવિવારે નાણામંત્રીના હસ્તે જિલ્લા પંચાયતની નવનિર્મિત આંગણવાડી કેન્દ્રો પંચાયત ઘર અને વિવિધ વિકાસના પ્રકલ્પોનો સામુહિક લોકાર્પણ સમારોહ યોજાશેઃ
સુરત જિલ્લા પંચાયતની નવનિર્મિત આંગણવાડી કેન્દ્રો, પંચાયત ઘરો અને વિવિધ વિકાસના પ્રકલ્પોનો સામુહિક લોકાર્પણ સમારોહ આગામી તા.૨૨/૧૨/૨૦૨૪ના રોજ સવારે ૧૧.૦૦ વાગે જિલ્લા પંચાયત કચેરીના ઓડીટોરીયમ હોલ ખાતે સુરત જિલ્લા પ્રભારી મંત્રી અને નાણા મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને યોજાશે. આ અવસરે વન અને પર્યાવરણ રાજયમંત્રી મુકેશભાઈ પટેલ, શિક્ષણ રાજયમંત્રી પ્રફુલ્લભાઈ પાનસેરીયા, આદિજાતિ રાજયમંત્રી કુંવરજીભાઈ હળપતિ, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીમતી ભાવિનીબેન પટેલ તથા સાંસદો, ધારાસભ્યો, જિલ્લા-તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ ઉપસ્થિત રહેશે.





