એગ્રીસ્ટેક પ્રોજેકટ અંતર્ગત સુરત જિલ્લામાં ૮૪૫૬૦ ખેડુતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે.

SHARE:

એગ્રીસ્ટેક પ્રોજેકટ અંતર્ગત સુરત જિલ્લામાં ૮૪૫૬૦ ખેડુતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે.
 
તા.૩૦મી ડિસેમ્બર સુધીમાં ખેડુતોએ રજીસ્ટ્રેશન કરાવવા અનુરોધઃ
 
સુરત જિલ્લામાં ૮૪૫૬૦ ખેડુતોએ ફાર્મર રજીસ્ટ્રી કરાવ્યું છેઃ જેમાં સૌથી વધુ ઓલપાડ તાલુકામાં ૨૦૮૧૫ ખેડુતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું.
ભારત સરકાર દ્વારા ખેડૂતો માટેની વિવિધ સરકારી યોજનાના લાભાર્થે ડીજીટલ આધાર સાથે ખેડૂત આઈ.ડી.ઈલેક્ટ્રોનિક ખેડૂત રજીસ્ટ્રી પ્રમાણિત કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેથી ખેડુતોએ ફાર્મર રજીસ્ટ્રી દ્વારા પ્રધાન મંત્રી ફસલવીમા યોજના, પ્રધાન મંત્રી કિસાન સમ્માન નીધિ યોજના, કિસાન ક્રેડીટ કાર્ડ, લઘુતમ ટેકાના ભાવ, e-NAM યોજનાઓના લાભ માટે ખેડૂતોએ ફાર્મર રજીસ્ટ્રી કરાવવી ફરજીયાત છે.
સુરત જીલ્લામાં હાલ સુધીમાં આમ સુરત જિલ્લાના કુલ ૮૪૫૬૦ ખેડૂતોએ ફાર્મર રજીસ્ટ્રી કરાવીને સમગ્ર રાજયમાં ચોથા નંબરે રહ્યો છે. તાલુકા વાઈઝ વિગતો જોઈએ તો ઓલપાડ તાલુકામાં ૨૦૮૧૫ ખેડૂતોએ,બારડોલી તાલુકામાં ૬૭૮૫ ખેડૂતોએ, માંગરોળ તાલુકામાં ૮૯૭૩ ખેડૂતો, મહુવા તાલુકામાં ૧૩૦૨૭ ખેડૂતો, માંડવી તાલુકામાં ૧૧,૭૧૭ ખેડૂતો, કામરેજમાં ૬૬૧૫ ખેડૂતો, પલસાણામાં ૩૪૮૭, ઉમરપાડામાં ૮૧૨૯ ખેડૂતો, ચોર્યાસીમાં ૪૦૬૧, અડાજણમાં ૬ર૦, કતારગામમાં ૬૫, મજુરામાં ૨૪૯ ખેડૂતોએ તા.૩૦/૧૨/૨૦૨૪ સુધીમાં ફાર્મર રજીસ્ટ્રી કરાવવાનો અનુરોધ કરવામાં આવ્યો છે.
ફાર્મર રજીસ્ટ્રી કરાવવા ખેડૂતો પોતાની જાતે ફોનમાંથી અથવા ગ્રામ કક્ષાએ ગ્રામ પંચાયતમાં તલાટી, વિ.સી.ઈ.નો સંપર્ક કરી ખેડુતોએ agristack પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરાવવા અનુરોધ કરાયો છે. રજીસ્ટ્રેશન કરાવવા ખેડૂતોએ આધારકાર્ડ, આધાર લીક મોબાઈલ, (૭/૧૨ અને ૮-અ) ની નકલનક્કી જેવા પુરાવા સાથે સંપર્ક સાધવા સુરત જિલ્લા ખેતીવાડી અધિકારીની યાદીમાં જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!