તા.૬ ડિસે.એ માંડવી ખાતે બે દિવસીય રવિ કૃષિ મહોત્સવ-૨૦૨૪ને આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિના હસ્તે ખુલ્લો મૂકાશે.
જિલ્લાના તમામ તાલુકાઓમાં તા.૬ અને તા.૭મીએ યોજાશે રવિ કૃષિ મહોત્સવ
ખેડુતોને રવિ સિઝનમાં રવિ પાકોમાં આધુનિક કૃષિ તાંત્રિકતા અંગે માર્ગદર્શન તેમજ ખેડુતલક્ષી યોજનાઓ અંગેની સમજ મળી રહે તે હેતુસર તા.૦૬/૧૨/૨૦૨૪ના રોજ સવારે ૧૦.૦૦ વાગે માંડવી નગરપાલિકા ગ્રાઉન્ડ ખાતે આદિજાતિ વિકાસ રાજ્યમંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિના હસ્તે બે દિવસીય રવિ કૃષિ મહોત્સવ-૨૦૨૪ને ખુલ્લો મુકાશે. તા.૦૭મી ડિસે. સુધી ખેડુતો મહોત્સવનો લાભ મેળવી શકશે.
આ પ્રસંગે સાંસદ શ્રી પ્રભુભાઇ વસાવા, તા.પંચાયત પ્રમુખશ્રી દિલીપ ચૌધરી, નગરપાલિકા પ્રમુખશ્રી નિમેષ શાહ, ઉપપ્રમુખ શ્રીમતી ગીતાબેન પટેલ, જિ.પં.ના સભ્યો રોહિત પટેલ, ગીતાબેન પટેલ, ચેતનાબેન પટેલ, અનિલ ચૌધરી, બિપીન ચૌધરી, તા.પં.કારોબારી સમિતિના અધ્યક્ષશ્રી કમલેશ ચૌધરી, સામજિક ન્યાય સમિતિના અધ્યક્ષશ્રી નિરવ સોલંકી સહિત નગરજનો, ખેડૂતો ઉપસ્થિત રહેશે.
નોંધનીય છે કે, જિલ્લાના તમામ તાલુકાઓ; ઓલપાડ તાલુકામાં ઓલપાડ જીન ખાતે, કામરેજમાં સેવણી ગામના રામજી મંદિર ખાતે, ચોર્યાસીના દામકા ગામના સાંઈ મંદિર, માંગરોળના વાંકલ સાંઈ મંદિર, બારડોલીના ખેડુત તાલીમ કેન્દ્ર તેન રોડ ખાતે, પલસાણામાં બગુંમરાના મા રેવા સાંસ્કૃતિક ભવન, મહુવાના અસ્મિતા ભવન, બ્રાહ્મણ સમાજની વાડી, ઉમરપાડાના ચિતલદા ખાતે ધારાસભ્યો, જિલ્લા-તાલુકા પંચાયતના પ્રમુખ-સભ્યોની ઉપસ્થિતિમાં મહોત્સવ યોજાશે. આ કાર્યક્રમોમાં વેલ્યુ એડીશન દ્વારા ખેડૂતોની આવકમાં વધારો, મિલેટ સહિતના મુખ્ય પાકોની આધુનિક તાંત્રિકતા વિષય પર પરિસંવાદ તથા કૃષિ પ્રદર્શન યોજાશે. તથા ખેડૂતો દ્વારા પ્રાકૃતિક કૃષિના મોડેલ ફાર્મની મુલાકાત લેવામાં આવશે, જેનો બહોળી સંખ્યામાં ખેડુતોએ લાભ લેવા સુરત જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા જણાવાયું છે.





