લોકસભાના દંડક અને વલસાડ/ડાંગના સાંસદ ધવલભાઈ પટેલે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવને વલસાડ જિલ્લામાં વિવિધ ટ્રેનના નવા સ્ટોપેજ તેમજ જરૂરી માળખાકીય સુવિધાઓ અંગે કરી લેખિત રજૂઆત
વલસાડ જિલ્લામાં વિવિધ રેલવે સ્ટેશનો ઉપર પેસેન્જરોના હિતમાં વિવિધ ટ્રેનોના સ્ટોપેજ અંગેની મળી રહેલી સતત રજૂઆતોના પગલે અને જિલ્લાના તમામ રેલવે સ્ટેશનો ઉપર જરૂરી સુવિધાઓની લોકરજૂઆતોને પગલે લોકસભાના દંડક વલસાડ/ડાંગના સાંસદ શ્રી ધવલ પટેલે કેન્દ્રીય રેલવે મંત્રીશ્રી અશ્વિની વૈષ્ણવને વલસાડ વંદે ભારત ટ્રેન, શતાબ્દી એક્સપ્રેસ ટ્રેનને સ્ટોપેજ આપવા તેમજ બીજી અન્ય જરૂરી ટ્રેનોના સ્ટોપેજ સંદર્ભે, માતા વૈષ્ણોદેવી કટરા માટે વલસાડથી નવી ટ્રેન શરૂ કરવા સહિત અનેકવિધ માળખાકીય સુવિધાઓ પૂરી પાડવા માટે રૂબરૂ મળી વિસ્તારપૂર્વક લેખિત રજૂઆત કરી





