તા.૧ થી ૧૫ ડિસેમ્બર સુધી આઈ-ખેડૂત પોર્ટલ પર બાગાયત યોજનાઓની સહાય માટે અરજી કરી શકાશે.
બાગાયતી ખેડૂતો લાભ મેળવી શકે એ માટે નિયત કરાયેલા ઘટકોમાં તા.૭ ડિસે. સુધી અને અન્ય ઘટકો માટે તા.૧૫ ડિસે. સુધી આઈ-ખેડૂત પોર્ટલ ખૂલ્લુ રહેશે.
સુરત જિલ્લાના ખેડૂતો બાગાયત ખાતાની વિવિધ યોજનાઓમાં મહત્તમ લાભ લઇ શકે તે માટે તા.૧ ડિસે.થી આઇ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકાશે. જેમાં સહાયલક્ષી ઘટકો જેવા કે સરગવા, મલ્ચ લેઇંગ મશીન, કાચા મંડપ, અર્ધ પાકા મંડપ, શાકભાજી પાકોમાં પ્રાકૃતિક ખેતી, પ્રોસેસિંગ, ડીસ્ટીલેશન યુનિટ, ખેતર પરના શોર્ટીગ ગ્રેડિંગ યુનિટ, મિશન મધમાખી, છુટા ફૂલો, કંદ ફૂલ, બાગાયત મશીનરી, યાંત્રિકરણ ઘટકો માટે તા.૦૭/૧૨/૨૦૨૪ સુધીમાં અરજી કરવી, જ્યારે કમલમ, ખારેક, પપૈયા, નાળિયેરી, કેળ ટિસ્યુ, વિવિધ ફળપાકો વાવેતર, કોમ્પ્રિહેંસિવ હોર્ટીકલ્ચર, નેટહાઉસ, પોલી હાઉસ, આંબા જામફળ પાક વાવેતર, નવીનીકરણ, કોલ્ડ ચેઈન સપ્લાય, રાયપનીંગ ચેમ્બર, નાની નર્સરી, ફંક્શન ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવા ઘટકોમાં લાભ મેળવવા માટે તા.૧૫/૧૨/૨૦૨૪ સુધી ikhedut portal (www.ikhedut.gujarat.gov.in) પરથી ઓનલાઇન અરજી કરવાની રહેશે.
લાભ લેવા માંગતા ખેડૂતો ૭/૧૨,૮-અ ની નકલ, આધાર કાર્ડ, રેશન કાર્ડ અને બેંક ખાતાની વિગત સાથે રાખી ગામના ઈ-ગ્રામ સેન્ટર કે સાયબર કાફેથી ઓનલાઈન અરજી કરી શકે છે. અરજી કર્યા બાદ લઇ અરજીની કોપી અને ઉપરોક્ત કાગળો દિન- ૦૭ માં નાયબ બાગાયત નિયામકની કચેરી, લાલબંગલા સામે, ઓલપાડી મહોલ્લો, અઠવાલાઇન્સ ખાતે અચૂક જમા કરાવવા. વધુ જાણકારી માટે આ કચેરીના ફોન નં: ૦૨૬૧-૨૬૫૫૯૪૮ ઉપર સંપર્ક કરવા નાયબ બાગાયત નિયામક-સુરતની યાદીમાં જણાવાયુ છે.





