મહુવા તાલુકાના ઝેરવાવરા ગામે વિજલાઈનના શોર્ટસર્કિટના કારણે 9 વીંઘા નો પાક બળીને ખાખ

SHARE:

મહુવા તાલુકાના ઝેરવાવરા ગામે વિજલાઈનના શોર્ટસર્કિટના કારણે 9 વીંઘા નો પાક બળીને ખાખ.

મહુવા તાલુકાનાં ઝેરવાવરા ગામે એક ખેડૂતના ખેતરમાંથી પસાર થતી વિજલાઇનના તાર ભેગા થતાં શોર્ટસર્કિટ થયું હતું.જેના કારણે ખેડૂતનો તૈયાર શેરડીનો પાક બળીને ખાખ થઈ ગયો હતો.9 વીંઘા જેટલો શેરડીનો પાક બળીને ખાખ થઈ જતા ખેડૂતે લાખો રૂપિયાનું નુકશાન વેઠવાની નોબત આવતા ઘટના અંગે મહુવા પોલીસને તેમજ વિજકંપનીને ખેડૂતે જાણ કરી હતી.

સુરત,મહુવા:-પ્રાપ્ત માહિતી મુજબ મહુવા તાલુકાના ઝેરવાવરા ગામે રહેતા ખેડૂત બળવંતભાઈ જી.પ્રજાપતિની ગામમાં જ બ્લોક નંબર 298 વાળી જમીન આવેલ છે.અને આ ખેતરમાંથી ખેતીવાડીની વીજલાઇન પસાર થાય છે.આ ખેતરમાં 9 વીંઘા જેટલો શેરડીના પાકનુ રોપાણ કર્યું હતું. અને જે શેરડીનો પાક હાલ તૈયાર થઈ ગયો હતો.ત્યારે તા-17 નવેમ્બરના રોજ પવનને કારણે ઝૂલતા બે વિજતારો ભેગા થતાં તેમાંથી તણખા ઝરતાં આ તણખાઓ શેરડીના ખેતરમાં પડતાં શેરડીના ખેતરમાં આગ લાગી હતી. જે અંગે ખેતર માલિક બળવંતભાઈ પ્રજાપતિને જાણ થતા તુરંત ગ્રામજનો સાથે ખેતરે દોડી આવી ખેતરમાં લાગેલ આગ બુઝાવવાની કોશિશ કરી હતી પરંતુ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા જોતજોતામા 9 વીંઘા જેટલો તૈયાર પાક બળી ને ખાખ થઈ ગયો હતો.જેને કારણે ખેડૂતને લાખો રૂપિયાની નુકશાની વેઠવાની નોબત આવતા તેઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા.અને ખેડૂતે ઘટના અંગે મહુવા પોલીસને અને વીજ કંપનીને જાણ કરી હતી.

 

ખેડૂતના ખેતરમાં ઝૂલતા વિજતાર અંગે તા-4/06/2024ના રોજ ખેડૂત બળવંતભાઈ પ્રજાપતિ દ્વારા બામણિયા સબ ડિવિઝનના નાયબ ઈજનેરને સમસ્યાના નિરાકરણ માટે લેખિત રજુઆત કરી જાણ કરી હતી.પરંતુ તેઓ દ્વારા કોઈ કાર્યવાહી હાથ ન ધરાતા રવિવારના રોજ ઝૂલતા વિજતારમા શોર્ટસર્કિટની ઘટના બની હતી અને શેરડીનો પાકમા આગ લાગતા ખેડૂતે મોટી નુકશાની વેઠવાની નોબત આવી હતી.જેને લઈ ઝેરવાવરા ગામના ખેડૂતોમા તંત્ર વિરુદ્ધ ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!