મહાનાયક બિરસા મુંડાની જન્મજયંતિના અવસરે મહુવા તાલુકાના બારતાડ ખાતે કૃષિ મંત્રી રાધવજી પટેલના અધ્યક્ષસ્થાને જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવશે.
મહુવા તાલુકાના ખાતે રૂા.૩૦ કરોડના ખર્ચે એકલવ્ય મોડેલ રેસીડેન્સીયલ સ્કુલનું ખાતમુહૂર્ત થશેઃ
સુરતઃ- ધરતી આબા ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતિ વર્ષની ઉજવણીના અવસરે ૧૫મી નવેમ્બરના રોજ ભારત સરકાર દ્વારા જનજાતિય ગૌરવ દિવસ તરીકે ઉજવણી કરવામાં આવશે. જેના ભાગરૂપે સુરત જિલ્લાકક્ષાએ પી.એમ.જનમન અને ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન અંતર્ગત કૃષિમંત્રીશ્રી રાધવજીભાઈ પટેલના અધ્યક્ષસ્થાને તા.૧૫/૧૧/૨૦૨૪ના રોજ સવારે ૧૦.૦૦ વાગે સુરત જિલ્લાના મહુવા તાલુકાના બારતાડ ખાતે જનજાતિય ગૌરવ દિવસ સમારોહ યોજાશે. જેમાં આ અવસરે પ્રધાનમંત્રીશ્રી દ્વારા બિહારના જમુઈ ખાતેના કાર્યક્રમનું જીવત પ્રસારણ યોજાશે. કાર્યક્રમ સ્થળે આધારકાર્ડ, આયુષ્યમાન કાર્ડ, આરોગ્ય કેમ્પ, વનધન વિકાસ કેન્દ્રના સ્ટોલ તેમજ મહુવા ખાતે રૂા.૩૦ કરોડના ખર્ચ તૈયાર થનારી એકલવ્ય મોડેલ રેસીડેન્સીયલ સ્કુલનું ખાતમુહૂર્ત થશે. આ અવસરે વિવિધ લાભાર્થીઓને કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ કરાશે.





