મહુવા તાલુકાના બામણિયા ગામની સીમમાં બે મોટર સાયકલ વચ્ચે અકસ્માત એકનું મોત એક ની હાલત ગંભીર…
સુરત, મહુવા:-સુરત જિલ્લાના મહુવા તાલુકાના બામણિયા ગામની સીમમાં બે મોટર સાયકલ વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો છે મહુવા અનાવલ સ્ટેટ હાઇવે પર વાંસકુઈ થઈ નવસારી જતાં માર્ગ પર આ અકસ્માત ની ઘટના બની છે બે મોટર સાયકલ વચ્ચે અકસ્માતમાં એક ને 108 મારફતે મહુવા ની સરકારી હોસ્પિટલમાં લઈ જવાયા હતા જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા છે જ્યારે એક સારવાર હેઠળ જાણવા મળે છે જ્યારે એક વ્યક્તિને અન્ય એક 108 મારફતે નવસારી જિલ્લાના ક ટાંકલ ખાતે લઈ જવાયા હોવાનું જાણવા મળે છે જ્યાં તેની હાલત ગંભીર હોવાનું જાણવા મળે છે.અકસ્માતમાં બન્ને મોટર સાયકલ ને પણ નુક્શાન થવા પામ્યું છે.ઘટના અંગે મહુવા પોલીસ ને જાણ કરાઈ હોવાનું જાણવા મળે છે જે મહુવા પોલીસ અકસ્માત અંગે તપાસ શરૂ કરી છે.





