આદિજાતિના શિક્ષિત યુવક-યુવતિઓને પાયલોટ તાલીમ માટે રૂ.૨૫ લાખની મર્યાદામાં લોન મળે છે.

SHARE:

આદિજાતિના શિક્ષિત યુવક-યુવતિઓને પાયલોટ તાલીમ માટે રૂ.૨૫ લાખની મર્યાદામાં લોન મળે છેઃ

સુરતઃબુધવારઃ રાજ્યના અનુસુચિત જનજાતિના ઉમેદવારો માટે પાયલોટ તાલીમ માટે રૂ.૨૫ લાખની મર્યાદામાં લોન સહાય વાર્ષિક ૪ ટકા દરે આપવાની જોગવાઈ અમલમાં છે. યોજનામાં વિદ્યાર્થીની તાલીમ પૂર્ણ થયા બાદ છ માસ પછી લોનની રકમ કુલ-૬૦ હપ્તામાં ભરપાઈ કરવાની રહે છે. અરજદારે મેટ્રીક્યલેશન અથવા હાયર સેકન્ડરી અથવા ઈન્ડિયન સ્કૂલ સર્ટિફિકેટ કે તેની સમકક્ષ પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ. સંબંધિત કોમર્શિયલ પાયલોટ ઈન્સ્ટીટ્યુટમાં પ્રવેશ મેળવેલ હોવા જોઈએ.
આ પાયલોટ તાલીમ લોન માટે આદિજાતિ પેટા વિસ્તારના વિદ્યાર્થીઓ/અરજદારોએ જે તે વિસ્તારના પ્રાયોજના વહીવટદારશ્રીની ભલામણથી દરખાસ્ત મોકલવાની હોય છે. આદિજાતિ પેટા વિસ્તાર સિવાયના વિદ્યાર્થીઓ/અરજદારોએ તકેદારી અધિકારીશ્રીની કચેરી મારફતે રજુ કરવાની હોય છે. આ યોજનાનો લાભ મેળવવા માટે આદિજાતિની વેબસાઈટ https://adijatinigam.gujarat.gov.in પર જે તે વિસ્તારની પ્રાયોજના વહીવટદારની કચેરી અથવા ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશન બિરસા મુંડા ભવન, ગાંધીનગરનો સંપર્ક સાધી શકાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!