સહકારી મંડળીઓ માટેના ઇ-કો.ઓપરેટીવ પોર્ટલ ઉપર નોંધણી બાકી હોય તેવી મંડળીઓએ ત્વરિત નોંધણી કરાવવા અનુરોધ
રાજ્ય સરકારની સુચના અનુસાર તમામ પ્રકારની સહકારી મંડળીઓની નોંધણી ઇ-કો.ઓપરેટીવ પોર્ટલ (https://ecoperative.gujarat.gov.in) ઉપર કરાવવી ફરજિયાત છે. સુરત જેમાં જિલ્લાની ઘણી મંડળીઓની નોંધણી કરાવવાની બાકી છે. જેથી બાકી હોય તેવી મંડળીઓના હોદ્દેદારોને તાત્કાલિક ઇ-કો.ઓપેરેટીવ પોર્ટલ ઉપર નોંધીણી કરાવી લેવા અનુરોધ છે.
હવેથી સહકારી મંડળીઓને લગતી તમામ કામગીકી જેવી કે, ઓડીટ, વહીવટી મંજુરીઓ, સહકારી કાયદા અનુસારની કામગીરી વિગેરે ઓનલાઇન થવાની હોય તેમજ હાઉસિંગ તથા હાઉસિંગ સર્વિસ સોસાયટીના સભાસદોના વિશાળ હિતમાં સમય મર્યાદામાં નોંધણી કરાવવી જરૂરી છે. નોંધણી ન થાય તો મંડળીના સંચાલકો જવાબદાર બનશે જેની તમામ સહકારી મંડળીઓએ નોંધ લેવા જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીઓ (હાઉસિંગ),સુરતની યાદીમાં જણાવાયુ છે.





