આમચકમાં શેરડી કાપતા શ્રમિકે આગમાં ફસાયેલા દીપડાના બચ્ચાંનો જીવ બચાવ્યો.

SHARE:

આમચકમાં શેરડી કાપતા શ્રમિકે આગમાં ફસાયેલા દીપડાના બચ્ચાંનો જીવ બચાવ્યો.

પ્રાપ્ત વિગત મુજબ મહુવા તાલુકાના આમચક ગામના ખેડૂત જીજ્ઞેશભાઈ ચૌહાણના ખેતરમાં ગણદેવી સુગરના મજૂરો દ્વારા મંગળવારના રોજ શેરડી કાપણી શરૂ કરી હતી.સુગરના મજૂરો દ્વારા શેરડી કાપવા માટે શેરડીના ખેતરમાં આગ લાગાવતા જ ખેતરમાં બચ્ચા સાથે છુપાયેલ દીપડી નજીકના ખેતરમાં પલાયન થઈ ગઈ હતી.દીપડી નજરે પડતા જ શેરડી કાપનાર મજૂરો ભયભીત થઈ ગયા હતા.જોકે ત્યારબાદ શેરડી કાપણી કામગીરીમા મંડી પડ્યા હતા.શેરડી કાપણી દરમિયાન દીપડાના બચ્ચાનો અવાજ સંભળાતા ફરી મજૂરો ભયભીત બની ગયા હતા.અને શેરડી કાપણી છોડી ખેતરથી થોડા દૂર જતા રહ્યા હતા.જોકે ત્યારબાદ એક યુવાન શેરડી કાપનાર મજુરે હિંમત કરી દીપડીના બચ્ચાનો અવાજ આવી રહ્યો હતો તે તરફ જઈ જોતા દીપડીનું નાનુ બચ્ચુ આગની ઝપેટ વચ્ચે ઘેરાયુ હતુ.જેથી યુવાને હિંમત દાખવી બચ્ચાને આગની વચ્ચે થી બહાર કાઢી બચ્ચાનો જીવ બચાવ્યો હતો.અને બચ્ચાના વિરહમાં દીપડી તોફાની બની સ્થાનિકોને નુકશાન ન પહોંચાડે તે માટે યુવાને દીપડી જે તરફ ભાગી હતી તે ખેતર તરફ બચ્ચાને છોડી મુક્યુ હતુ.સ્થાનિક ગ્રામજનો દ્વારા બચ્ચાનો જીવ બચાવનાર શેરડી કાપનાર મજૂરની હિંમત બિરદાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!