વિવિધ ગુનાઓમાં સંડોવાયેલા નાસતા ફરતા બે આરોપીઓને તા.૨૬મી માર્ચે એડીશનલ ડિસ્ટ્રિક્ટ જજની કોર્ટ સમક્ષ હાજર થવા ફરમાન

SHARE:

વિવિધ ગુનાઓમાં સંડોવાયેલા નાસતા ફરતા બે આરોપીઓને તા.૨૬મી માર્ચે એડીશનલ ડિસ્ટ્રિક્ટ જજની કોર્ટ સમક્ષ હાજર થવા ફરમાન
સુરતમાં વિવિધ ગુનાઓ હેઠળના બે આરોપીઓને જિલ્લાની કોર્ટના અગિયારમાં એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ એ.એચ.એસ.સીબિયાએ એક જાહેરનામા દ્વારા હાજર થવા ફરમાન કર્યું છે. જે અનુસાર આરોપીઓ
(૧) સંતોષ ઉર્ફે કરીમલ દેવનારાયણ શાહુ જાતે પાસવાન, રહે. પાંડેસરા, નેમનગર સુરત, મૂળ રહે. રામદેવચક્ર, તા. બોમસીકરીયા, જી.જહાનાબાદ (બિહાર).
(૨) રણજીત ઉર્ફે રામજી ઉર્ફે જીતુ અચ્છેલાલ પાસવાન જાતે, રહે. ઉધના વિસ્તારની સંજયનગર સોસાયટી, સુરત મુળ ગામ-રામદેવચક્ર, તા.બોમસીકરીયા જી. જહાનાબાદ (બિહાર) એમ બંન્ને આરોપીઓ વિરૂધ્ધમાં પાંડેસરા પોલીસ સ્ટેશનમાં આઇ.પી.સી કલમ હેઠળ વિવિધ ગુનાઓ નોંધાયેલા છે. આ તમામ ગુનેગારો પોતાના વોરંટની બજવણી ન થાય તે માટે નાસતા ફરે છે. જેથી જાહેરનામાઓ દ્વારા બંન્ને આરોપીઓને ફરિયાદનો જવાબ આપવા માટે તા.૨૬/૦૩/૨૦૨૪ના રોજ રૂમ નં.૨૦૭, બીજો માળ, ન્યુ કોર્ટ બિલ્ડીંગ, અઠવાલાઈન્સ ખાતે નામદાર જજશ્રી એ.એચ.એસ.સીબીયા, અગિયારમાં એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબની કોર્ટ સમક્ષ હાજર થવાનું ફરમાન કરવામાં આવ્યું છે તેમ પાંડેસરા પો.સ્ટેશનના પોલીસ ઈન્સપેકટર એન. કે. કામળીયા દ્વારા જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!