લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪
ચૂંટણી પ્રચાર દરમિયાન શહેરમાં હથિયાર ધારણ કરવા પર પ્રતિબંધ
ભારતના ચૂંટણી આયોગ દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪નો કાર્યક્રમ જાહેર થયો છે. જે મુજબ તા.૭/૫/૨૦૨૪ના રોજ મતદાન યોજાનાર છે. જેને અનુલક્ષીને સુરત શહેર I/C પોલીસ કમિશનરશ્રી એચ.આર.ચૌધરીએ એક જાહરનામા દ્વારા કેટલાક પ્રતિબંધો મૂક્યા છે. જે અનુસાર પોલીસ કમિશનરશ્રીની હકુમત હેઠળના વિસ્તારમાં કોઈ પણ વ્યક્તિએ શસ્ત્ર અધિનિયમની વ્યાખ્યામાં આવતું કોઈપણ હથિયાર ધારણ કરવું કે સાથે લઇને ફરવા પર, હથિયાર સાથે જાહેરમાં ફરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. તેમજ પરવાના વાળા હથિયારો તાત્કાલિક અસરથી જે તે પોલીસ સ્ટેશનમાં જમા કરાવવાના રહેશે. અને પોલીસ સ્ટેશનોએ હથિયાર જમા થએની જાણ કરવાની રહેશે. રિન્યુઅલ અર્થે રજૂ કરેલ હથિયારો પરવાનાની ઝેરોક્ષ નકલ, રિન્યૂ અરજી કર્યાની પહોંચ, રિન્યૂ ફી ભર્યા અંગેની ચલણની નકલની ખરાઈ કરી જમા લેવાના રહેશે જે ચૂંટણી પૂર્ણ થયે પરત સાઓમપાવન રહેશે. આ જાહેરનામું હથિયાર લઈ જવાની ફરજ હોય તેવા અધિકારીઓને, રાષ્ટ્રીયકૃત તેમજ સહકારી બેંકોના સુરક્ષા ગાર્ડો, કેન્દ્ર કે રાજ્યના જાહેર સાહસોની સુરક્ષા અર્થે રાખેલ સિક્યોરીટી ગાર્ડ, નેશનલ રાયફલ એસોસિયેશનના રમતવીરોને તથા હિરાની ફેકટરીઓ તથા સોના ચાંદીની દુકાનોમાં સલામતીની ફરજ બજાવતા ગાર્ડને કામકાજના સમય દરમિયાન લાગુ પડશે નહીં. રાખી શકશે. આ જાહેરનામાનો તા.૮/૫/૨૦૨૪ સુધી અમલ કરાશે. તેનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.





