જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અને પરિવર્તન વ્યસન મુક્તિ કેન્દ્રના સંયુક્ત ઉપક્રમે ઉધના ખાતે ‘વ્યસન થી આઝાદી’ના સૂત્રોચાર સાથે ભવ્ય રેલી યોજાઇ

SHARE:

જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અને પરિવર્તન વ્યસન મુક્તિ કેન્દ્રના સંયુક્ત ઉપક્રમે ઉધના ખાતે ‘વ્યસન થી આઝાદી’ના સૂત્રોચાર સાથે ભવ્ય રેલી યોજાઇ
જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સચિવ અને અધિક સિનિયર સિવિલ જજ સી.આર.મોદીના માર્ગદર્શન હેઠળ પરિવર્તન વ્યસનમુક્તિ કેન્દ્ર અને પ્રથમ એનજીઓના સંયુક્ત ઉપક્રમે ઉધનાના ભીમનગર ખાતે ‘વ્યસન થી આઝાદી’ના સૂત્રોચાર સાથે ભવ્ય રેલી અને કાનૂની શિક્ષણ શિબિર યોજાઇ હતી..રેલી દરમિયાન ‘નશા કરના-બંધ કરો’, ‘ગાંજા પીના- બંધ કરો’, ‘સે નો ટુ ડ્રગ્સ’ના પોસ્ટર સાથે વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર સમગ્ર ભીમનગરના સ્થાનિકોને નશા નાબૂદીનો સંદેશ આપ્યો હતો.
સાથે જ કાનૂની શિક્ષણ શિબિર હેઠળ પી એલ વી અને પૂર્વ રાષ્ટ્રીય યુવા સેવાકર્મી દીપક જાયસવાલ દ્વારા વિદ્યાર્થીઓને કુસંગતથી દૂર રહેવા તેમજ વ્યસનના દુષ્પ્રભાવથી સાવચેત રહી પરિવારને સકારાત્મક જિંદગી જીવવા પ્રોત્સાહન આપ્યું હતું. વ્યસનમુક્તિ કેંદ્રના કાઉન્સેલર સુનીતા આહેરકર દ્વારા કેન્સર થવાના ગંભીર કારણો વિષે, પ્રથમ સંસ્થાના સીતા પરમાર દ્વારા ગુડ ટચ બેડ ટચ વિષે માહિતી આપી જાગૃત કર્યા હતા.
આ પ્રસંગે શાળાના આચાર્ય પ્રમોદ ઠાકુર, વ્યસનમુક્તિ કેન્દ્રના રાકેશ પટેલ, કલ્પના પટેલ, રાહુલ ધેયધર, ઉધના પોલીસ સ્ટેશન શી ટીમ ના ભાવનાબેન, દિવ્યાબેન અને નિરાલીબેન સહિત શાળાનો સમગ્ર સ્ટાફ, સમાજ સુરક્ષા વિભાગ, સંસ્થાઓ, હેલ્થ સેન્ટરના ડોકટરો સાથે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને શહેરીજનો જોડાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!