સુરતના રામપુરા વિસ્તારના યુવાન અનિલભાઈ પરમાર સરકારની સહાયથી થયા આત્મનિર્ભર

SHARE:

સુરતના રામપુરા વિસ્તારના યુવાન અનિલભાઈ પરમાર સરકારની સહાયથી થયા આત્મનિર્ભર

રામપુરાના અનિલભાઈ પરમારને બુટ ચંપલના વેચાણનો ધંધો શરૂ કરવા અનુસુચિત જાતિ વિકાસ નિગમ દ્વારા રૂ.૧ લાખની લોન પ્રાપ્ત થઇઃ

સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ થકી અમારા જેવા નાના ઉદ્યોગકારોને ધંધો વિકસાવવા માટે પ્રેરણા અને હિંમત મળી

અનુસુચિત જાતિ વિકાસ નિગમ દ્વારા ઓછા વ્યાજદરે રૂ.૧ લાખની લોન મળતાં બુટ-ચંપલના બિઝનેસને વેગ મળ્યોઃ લાભાર્થી અનિલભાઈ
અનુસુચિત જાતિના સર્વાંગી વિકાસ માટે સરકાર અથાગ પ્રયાસો કરી રહી છે તેમજ તેમના યુવાધન આગળ વધી દેશ અને સમાજમાં સારું કાર્ય કરી આત્મનિર્ભર બની શકે તેના માટે અનેક યોજનાઓ અમલી બનાવી છે. અનુસુચિત જાતિના યુવાનો નવા ઉદ્યોગ સ્થાપવા કે બિઝનેશ શરૂ કરવા માટે ગુજરાત અનુસુચિત જાતિ વિકાસ નિગમ દ્વારા ઓછા વ્યાજદરે લોન આપવામાં આવે છે, ત્યારે સુરત શહેરના રામપુરા વિસ્તારના રોહિત ફળિયાના અનુસુચિત જાતિના યુવાન અનિલભાઈએ એક લાખની લોન મેળવી બુટ ચંપલના વેચાણનો બિઝનેસ શરૂ કરી આત્મનિર્ભર બન્યા છે.
સરકારની સહાયથી ઓછા દરે મેળવેલી લોન થકી પોતાના નાનકડા બિઝનેસને એક વર્ષના સમયગાળામાં આગળ વધાર્યો છે, જેના વિશે વાત કરતાં અનિલભાઈ અંબાલાલ પરમાર જણાવે છે કે, વર્ષોથી બુટ ચંપલ વેચાણ કરતા વેપારીને ત્યાં છુટક મજુરી કામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો. એક દિવસ વર્તમાનપત્રમાં નવા બિઝનેશ અને ઉદ્યોગ સ્થાપવા માટે અનુસુચિત જાતિના યુવાનોને ઓછા વ્યાજદરે સરકારના અનુસુચિત જાતિ વિકાસ નિગમ દ્વારા લોન આપવા અંગેની જાહેરાત વાંચી. જાહેરાત વાંચતા મારા ચહેરા પર એક અનોખી ચમક આવી. મને વિચાર આવા લાગ્યો કે, જો આ લોન મને મળી જાય તો પોતાનો જ બુટ ચંપલનો નાનકડો ધંધો શરૂ કરી ખુબ આગળ વધી શકીશ અને પરિવારનું તેમની ઈચ્છા મુજબ પાલન-પોષણ કરી શકીશ. આ વિચારને હકીકતમાં ફેરવવા માટે ઓનલાઈન અરજી કરતા પારદર્શક ડ્રોથી મારી લાભાર્થી તરીકે પસંદગી થઈ હતી. ત્યારબાદ નિગમમાં જરૂરી કાગળોની કાર્યવાહી કરતાં બુટ ચંપલના વેપાર માટે રૂ.એક લાખ લોન ચાર ટકાના દરે સરળતાથી પ્રાપ્ત થઈ હતી. આ લોન મારા પરિવાર આર્શિવાદરૂપ સાબિત થઈ છે.
વધુમાં તેમણે જણાવ્યું કે,સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ થકી અમારા જેવા નાના ઉદ્યોગકારોને ધંધો વિકાસવવા માટે પ્રેરણા અને હિંમત મળી છે. અનુસુચિત જાતિ વિકાસ નિગમ દ્વારા પ્રાપ્ત થયેલ લોનના નિયમિત હપ્તા ભરવા સાથે મારા નાનકડા બિઝનેસને આગળ વધારી રહ્યો છું, જો સરકારની યોજના દ્વારા લોન ન મળી હોત તો હું આજે મજુરીકામ કરતો હોત. તેઓ જણાવે છે કે, અમારા જેવા પછાત જાતિના યુવાનને વ્યવસાય શરૂ કરવા માટે રાજ્ય સરકારની સહાય મળી છે જે બદલ સરકાર પ્રત્યે આભારની લાગણી વ્યકત કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!