સરકારી કોલેજ, કાછલમાં વાર્ષિકોત્સવ અને ઈનામ વિતરણ સમારોહ યોજવામાં આવ્યો.

SHARE:

સરકારી કોલેજ, કાછલમાં વાર્ષિકોત્સવ અને ઈનામ વિતરણ સમારોહ યોજવામાં આવ્યો.
સરકારી વિનિયન, વાણિજ્ય અને વિજ્ઞાન કોલેજ કાછલમાં સપ્તધારા અંતર્ગત તા.03/03/2024ના રોજ અધ્યક્ષશ્રી મોહનભાઇ ધનજીભાઇ ઢોડિયા (માનનીય ધારાસભ્યશ્રી, ૧૭૦ મતવિસ્તાર, મહુવા) અને આચાર્યશ્રી ડૉ. હેતલ એસ.ટંડેલ મેડમના માર્ગદર્શન હેઠળ “વાર્ષિકોત્સવ અને ઈનામ વિતરણ સમારોહ” યોજવામાં આવ્યો. જેમાં દીપ પ્રાગટ્ય, પ્રાર્થના દ્વારા કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી ત્યારબાદ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું.
આ સમારોહમા મુખ્ય અધ્યક્ષશ્રી મોહનભાઇ ધનજીભાઇ ઢોડિયા (માનનીય ધારાસભ્યશ્રી, ૧૭૦ મતવિસ્તાર, મહુવા), અતિથિવિશેષ શ્રી ઉમેશભાઈ વી. પટેલ (મામલતદારશ્રી, મહુવા), જીનેશ ભાવસાર (જિલ્લા પંચાયત સદસ્ય, સુરત), તથા મહેમાનશ્રી ચેતનભાઈ મિસ્ત્રી (તાલુકા પંચાયત ઉપપ્રમુખશ્રી), શ્રીમતી રીટાબેન દીપકભાઈ પટેલ (કરચેલીયા જિલ્લા પંચાયત, સુરત) અને શ્રીમતી શિલાબેન પટેલ (તાલુકા પંચાયત પ્રમુખશ્રી ) તથા કરચેલીયા આશ્રમશાળાના આચાર્યશ્રી સતિષભાઇ પટેલ અને મલેક સાહેબ પણ વાર્ષિકોત્સવમાં ઉપસ્થિત રહ્યાં હતાં. કોલેજના આચાર્યશ્રીએ મહેમાનશ્રી જીનેશ ભાવસાર (જિલ્લા પંચાયત સદસ્ય, સુરત) તથા અન્ય મહેમાનોનું પુષ્પ અને મોમેન્ટો આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ કોલેજના આચાર્યશ્રી ડૉ.હેતલ એસ.ટંડેલ મેડમે કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ મહેમાનોનો શાબ્દિક પરિચય આપીને પ્રાસંગિક ઉદ્દબોધન રજૂ કર્યું હતું અને વિદ્યાર્થીઓને આર્શીવચનો આપ્યા હતાં.
આખા વર્ષ દરમ્યાન યોજાયેલ પ્રવૃત્તિના વાર્ષિક અહેવાલનું વાંચન સપ્તધારા કોર્ડિનેટર ડૉ.ધ્વનિબેન દેસાઇએ કર્યું હતું. જેમાં કોલેજમાં ચાલતી વિવિધ પ્રવૃત્તિઓમાં વિદ્યાર્થીઓની ભાગીદારી, પરીક્ષામાં વિદ્યાર્થીઓનું પ્રદર્શન, રમતગમતમાં, એન.એસ.એસ.માં, સપ્તધારામાં, ઉદ્દીશામાં વગેરે જેવી પ્રવૃત્તિઓમાં વિદ્યાર્થીઓની ભાગીદારી અને કોલેજની વિશેષતાઓ અને સિદ્ધિઓ જણાવી હતી. કાર્યક્રમના અધ્યક્ષશ્રી અધ્યક્ષશ્રી મોહનભાઇ ધનજીભાઇ ઢોડિયા (માનનીય ધારાસભ્યશ્રી, ૧૭૦ મતવિસ્તાર, મહુવા) સાહેબે વિદ્યાર્થીઓને શુભેચ્છા સંદેશ પાઠવી પ્રોત્સાહિત કર્યા. જીનેશ ભાવસાર (જિલ્લા પંચાયત સદસ્ય, સુરત) સાહેબે જણાવ્યુ કે. “જીવનનો એક માત્ર ધ્યેય મંત્ર તરીકે શિક્ષા છે, તેને હરહંમેશ મેળવતા રહેવું અને કોલેજમાં ચાલતી પ્રવૃત્તિઓ એ તમારું ઘડતર કરશે તેમાં પણ ભાગ લો.” ત્યારબાદ સાંસ્કૃતિક કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી. જેમાં કુલ ૨૫ જેટલી પ્રસ્તુતિઓ હતી.
કાર્યક્રમના અંતે આભરવિધિ કરતાં IQAC કોર્ડિનેટર ડૉ.ગુંજન શાહ સાહેબે કાર્યક્રમની મંજૂરી આપવા બદલ કોલેજના આચાર્યશ્રી ડૉ.હેતલ એસ.ટંડેલ મેડમનો આભાર માન્યો હતો. તથા અધ્યક્ષશ્રી જીનેશ ભાવસાર, રીટાબેન પટેલ, શીલાબેન પટેલ, ચેતનભાઈ મિસ્ત્રી, સતિષભાઇ પટેલ વગેરેનો આભાર અને આનંદ પ્રગટ કર્યો હતો. સપ્તધારા કોર્ડિનેટર ડો.ધ્વનિબેન દેસાઈનો આભાર માન્યો હતો. અને કોલેજના તમામ સ્ટાફમિત્રોનો આભાર માનવામાં આવ્યો હતો. તથા કોલેજના તમામ વિદ્યાર્થીઓ અને નામીઅનામી તમામ વ્યક્તિઓનો આભાર માન્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!