રાજ્યના પૂર્વ સૈનિકો/સ્વ.પૂર્વ સૈનિકોના પત્નીઓને સુરતની સૈનિક કલ્યાણ કચેરી દ્વારા આપવામાં આવતી સહાયનો લાભ મેળવવા ઓનલાઈન નોંધણી જરૂરી

SHARE:

રાજ્યના પૂર્વ સૈનિકો/સ્વ.પૂર્વ સૈનિકોના પત્નીઓને સુરતની સૈનિક કલ્યાણ કચેરી દ્વારા આપવામાં આવતી સહાયનો લાભ મેળવવા ઓનલાઈન નોંધણી જરૂરી
 
સુરત:સોમવાર: રાજ્યના તમામ પૂર્વ સૈનિકો/સ્વ.પૂર્વ સૈનિકોના પત્નીઓને સુરતના સરથાણામાં આવેલી સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી દ્વારા આપવામાં આવતી વિવિધ સહાય/સવલતો મેળવવા માટે ઓનલાઇન નોંધણી કરવાની રહેશે. જે માટે esm.gujarat.gov.in ની વેબસાઇટ પર જઈ New Register here પર ક્લીક કરી જરૂરી વિગતો ભરી રજિસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરવી. ત્યારબાદ જ જિલ્લા સૈનિક કચેરી દ્વારા લાભ મળવાપાત્ર થશે. આ સંદર્ભે વધુ વિગત માટે અથવા રજિસ્ટ્રેશન પ્રક્રિયા દરમ્યાન અનુભવાતી કોઈ પણ મુશ્કેલીના કિસ્સામાં જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી, સુરતના ફોન નં. ૦૨૬૧-૨૯૧૩૮૨૦/૯૪૨૬૮૦૨૮૨૦ ઉપર સંપર્ક કરવા મદદનીશ જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ અધિકારી, દિવ્યશકુમાર સી. મુરલીવાલાની યાદીમાં જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!