અલથાણ બસ ડેપો ખાતે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે પી.એમ.આવાસના લાભાર્થીઓને ચાવી અર્પણ કરાઈ

SHARE:

‘સપનાં થયા સાકાર…ઘરના ઘરનો મળ્યો આધાર’
 
અલથાણ બસ ડેપો ખાતે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે પી.એમ.આવાસના લાભાર્થીઓને ચાવી અર્પણ કરાઈ
 
}} વર્ષોથી અનેક પરિવારોએ પાકા ઘરના જોયેલા સપના પી.એમ. આવાસ થકી સાકાર થયા છે : ગૃહરાજ્યમંત્રી
     
વડાપ્રધાનશ્રી હસ્તે રાજ્યના ૧.૩૧ લાખ આવાસનું વર્ચ્યુઅલ ઉપસ્થિત રહી ઇ-લોકાર્પણ-ખાતમૂર્હત કરાયું
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ચ્યુઅલ માધ્યમથી રાજયભરના પ્રધાનમંત્રી આવાસ યોજનાના આવાસોનું ઇ-લોકાર્પણ અને ઈ-ગૃહ પ્રવેશ કરાવ્યો હતો. જેના ભાગરૂપે સુરત શહેરના અલથાણ બસ ડેપો ખાતે ગૃહરાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે મજુરા વિધાનસભાના વિસ્તારના પી.એમ.આવાસના લાભાર્થીઓને ચાવી અર્પણ કરવામાં કરી હતી.
છેલ્લાં ૯ વર્ષોમાં આ યોજના હેઠળ અનેક પરિવારોને પોતાના સપનાનું ઘર મળ્યું છે અને તેમનું જીવનધોરણ પણ ઊંચું આવ્યું છે એમ જણાવતા હર્ષભાઈ સંઘવીએ કહ્યું હતું કે, ગુજરાતના લાખો લોકોએ વર્ષોથી પાકા ઘરના જોયેલા સપના આજે પી.એમ.આવાસ થકી સાકાર થઈ રહ્યા છે. દેશમાં કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી વિકાસની કામગીરી થઈ રહી છે. કાચા મકાનમાં રહેતા પરિવારો એ ઘરના ઘરના સપનાઓ જોયા હતા. જે વડાપ્રધાનની નેતૃત્વની સરકારે સાકાર કર્યા છે. દેશના શહેરી તેમજ ગ્રામીણ વિસ્તારોમાં વસતા ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોએ જોયેલા સ્વપ્નાઓ પરિપૂર્ણ થઈ રહ્યા છે. દેશના અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાત તેના અમલીકરણમાં અગ્રેસર હોવાનું મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
સપનાનો મહેલ સમજીને પીએમ આવાસમાં રહેશો તેમ કહી આવાસના પ્રાંગણમાં સ્વચ્છતા રાખવા સૌને અનુરોધ કર્યો હતો. મંત્રીશ્રીએ આનંદની લાગણી વ્યક્ત કરતા આવાસમાં ઉપલબ્ધ સુવિધામાં બેડરૂમ-હોલ, રસોડું, ટોઇલેટ બાથરૂમ, વિજળી, ગેસ લાઈન, ફાયરસેફ્ટી, CCTV કેમેરા, જનરેટર સેટ, લીફ્ટ, LED સ્ટ્રીટ લાઈટ, ગાર્ડન સહિતની સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું.
આ પ્રસંગે સરકારીની કલ્યાણકારી વિવિધ યોજનાના લાભાર્થીઓએ પોતાના મંતવ્યો વર્ણવ્યા હતા.
આ અવસરે શહેર સંગઠન પ્રમુખ નિરંજનભાઈ ઝાંઝમેરા, શિક્ષણ સમિતિ સભ્ય, પાણી સમિતિ ચેરમેન, કોર્પોરેટર સર્વશ્રી, હોદ્દેદારો, કાર્યકરો સહીત મોટી સંખ્યામાં શહેરીજનો લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!