મહુવાના ધારાસભ્ય મોહનભાઈ ઢોડીયાની પ્રેરક ઉપસ્થિતિમાં મહુવા વિધાનસભા વિસ્તારનો પી.એમ.આવાસોના ઈ-લોકાર્પણ અને ઈ-ગૃહપ્રવેશ કાર્યક્રમ યોજાયો

SHARE:

મહુવાના ધારાસભ્ય મોહનભાઈ ઢોડીયાની પ્રેરક ઉપસ્થિતિમાં મહુવા વિધાનસભા વિસ્તારનો પી.એમ.આવાસોના ઈ-લોકાર્પણ અને ઈ-ગૃહપ્રવેશ કાર્યક્રમ યોજાયો
 
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં સુરત જિલ્લાની તમામ વિધાનસભાઓમાં નિર્મિત પી.એમ.આવાસો, BLC આવાસોના ઈ-લોકાર્પણ અને ઈ-ગૃહપ્રવેશ
પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ રાજયભરમાં નિર્માણ કરાયેલા સવા લાખથી વધુ પી.એમ.આવાસો તેમજ લાભાર્થીઓ દ્વારા નિર્મિત BLC આવાસોનું વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ઈ-લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો. જેના ભાગરૂપે મહુવા વિધાનસભા વિસ્તારનો કાર્યક્રમ ભગવાનપુરા ખાતે ધારાસભ્ય મોહનભાઈ ઢોડીયાની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો હતો.
આ અવસરે ધારાસભ્યશ્રીએ જણાવ્યું હતું કે, ગરીબ અને મધ્યમવર્ગના લોકોને ઘરના ઘર મળી રહે તે માટે સરકાર સતત પ્રયત્નશીલ રહી છે. વડાપ્રધાનશ્રીએ વર્ચ્યુઅલ ઉપસ્થિત રહીને રાજયના સવા લાખથી વધુ આવાસોનું ઈ-લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કર્યું છે. જેમાં મહુવા વિધાનસભા વિસતારના આવાસોનો સમાવેશ થયો છે. આગામી સમયમાં હજુ પણ બાકી રહેતા લાભાર્થીઓને ઘરો આપવામાં આવશે તેમ તેમણે જણાવ્યું હતું.

ઉપસ્થિત મહેમાનો તેમજ લાભાર્થીઓ એ જીવંત પ્રસારણ નિહાળતા મુખ્યમંત્રીનું સ્વાગત પ્રવચન,વડા પ્રધાન દ્વારા આવસોનું વર્ચ્યુઅલ લોકપર્ણ તથા ખાત ખાતમુહૂર્ત શોર્ટ ફિલ્મનું,લાભાર્થીઓ સાથે વડા પ્રધાનનો સંવાદ,ઉદ્દબોધન,લાભાર્થીઓ ને ચાવી વિતરણ તેમજ આભાર વિધિ નિહાળી હતી.
આ અવસરે મહુવા 170 વિધાનસભાના ધારાસભ્ય મોહનભાઈ ઢોડીયા,સુમુલ ડેરી તેમજ મહુવા સુગરના ચેરમેન માનસિંહ પટેલ,નોડલ અધિકારી નાયબ કલેકટર સ્ટેમ્પ ડ્યુટી સુરત.ડી.ડી.વાઘેલા,જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ,સુરત જિલ્લા બાંધકામ સમિતિ અધ્યક્ષ રાકેશભાઈ. પટેલ,સુરત તાપી જિલ્લા ભાજપ પ્રમુખ તાલુકા જિલ્લાના ચૂંટાયેલા પદાધિકારીઓ,તાલુકાના દરેક ખાતાના કર્મચારીઓ તથા મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!