પરંપરાગત રીતે થતી ખેતીમાં શાકભાજી, ફળોની યોગ્ય જાળવણી માટે રાજ્ય સરકાર દ્રારા ટ્રેલીઝ મંડપ યોજના અંતર્ગત ખેડૂતોને સહાય મળવાપાત્ર

SHARE:

પરંપરાગત રીતે થતી ખેતીમાં શાકભાજી, ફળોની યોગ્ય જાળવણી માટે રાજ્ય સરકાર દ્રારા ટ્રેલીઝ મંડપ યોજના અંતર્ગત ખેડૂતોને સહાય મળવાપાત્ર
અગાઉ રાજ્યમાં શાકભાજી પાકોનું વાવેતર મોટા ભાગે ખેડૂતો દ્વારા પરંપરાગત રીતે જમીન પર વેલા ફેલાવા દઇ કરવામાં આવતું હતું. પરંપરાગત રીતે આ પ્રકારે કરવામાં આવતી ખેતીમાં સારી ગુણવત્તાવાળા શાકભાજીના ફળ મળતા ન હતા. તેમજ વધુ પડતી ગરમી, ઠંડી અને વરસાદના સમયમાં શાકભાજીના ફળ પોચા પડી જતા અથવા તો બગડી જતા હતા. જેથી રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૨૦૧૨-૧૩થી શાકભાજી પાકોમાં ટ્રેલીઝ મંડપ યોજના અંતર્ગત સહાય આપવામાં આવે છે.

ટ્રેલીઝ મંડપ કાચા મંડપ, અર્ધ પાકા મંડપ અને પાકા મંડપ એમ ત્રણ પ્રકારે બનાવવામાં આવે છે. ટ્રેલીઝ મંડપ યોજના હેઠળ સામાન્‍ય ખેડૂતને ૫૦ ટકા મુજબ કાચા મંડપમાં મહત્તમ રૂ.૨૬ હજાર પ્રતિ હેકટર, અર્ધ પાકા મંડપમાં રૂ.૪૦ હજાર પ્રતિ હેકટર અને પાકા મંડપમાં રૂ.૮૦ હજાર પ્રતિ હેકટર સહાય ચુકવવામાં આવે છે. જેનો લાભ લઈ કૃષિને સમૃદ્ધ બનાવવા અનુરોધ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!