પુના ગામે લગ્ન પ્રસંગ નો લાભ ઉઠાવતા ચોરો.
મહુવા તાલુકામાં બંધ ઘરમાં પણ લોકો સુરક્ષિત નથી તેનો ઉત્તમ નમૂનો પુના ગામે જોવા મળ્યો છે.
સુરત,મહુવા:-મહુવા તાલુકાના પુના ગામે તા.28.01.2024 ને રવિવારના દીને ચોરી ની ઘટના સામે આવી છે.પુના ગામે રાણી ફળિયામાં રહેતા યોગેશભાઈ શશીકાંત ભાઈ પટેલ જેઓ મકાન બંધ કરી લગ્ન પ્રસંગમાં બહાર ગામ ગયા હતા અને રાત્રી 11 વાગ્યાના અરસામાં ઘરે પરત ફરી સુઈ ગયા હતા.રેકી કરી ગયેલો ચોરોએ યોગેશ ભાઈના ઘરને નિશાન બનાવી રાત્રીના કોઈ પણ સમયે ઘરના પાછળના બારણાં ને તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો.અને ઘરમાં કબાટ ખોલી જોતા કંઈ નહીં મળતા ઘરમાં બધા સભ્યો થાકના માર્યા નિંદ્રાધીન હતા ત્યારે ચોરી માલિક યોગેશભાઈ જ્યાં સુતેલા હતા ત્યાં બાજુમાંથી રૂપિયા 18 હજાર થી વધુની કિંમત નો વિવો કંપનીનો મોબાઈલ ઉઠાવી ગયા અને તેનાથી પણ નહીં સંતોષ થતાં ઘરના રસોડામાંથી તેલનો ડબ્બો પણ ઊંચકી ગયા હતા.ઘટના અંગે ઘર માલિક સવારે જાગી પાછલુ બારણું તૂટેલું જોતા ચોરી થયાનો અહેસાસ થતાં મહુવા પોલીસ ને લેખિત જાણ કરવાની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.ત્યારે હવે તાલુકામાં દિન પ્રતિદિન બનતી ચોરીની ઘટના થી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે તો તાલુકાની જનતા પોતાના જ ઘરમાં સુરક્ષિત નથી એવું મહેશુશ પણ ચોક્કસ પણે કરી રહ્યા છે.ત્યારે આ ચોંકાવનારા કિસ્સા બાદ પોતાના ઘરમાં જ સાવચેત રહેવું મુશ્કેલ બની જવા પામ્યું છે.





