ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે જિલ્લામાં વિવિધ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનારા ૮૩ જેટલા અધિકારી-કર્મયોગીઓને સન્માનિત કરાયાઃ

SHARE:


કામરેજ ખાતે જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણીના અવસરે પોલીસ, આરોગ્ય, રમતગમત ક્ષેત્રે વનક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનારા અધિકારીઓ- કર્મયોગીઓને ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના હસ્તે પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કરાયા હતા.જેમાં રમતગમતક્ષેત્રે ૧૧ ખેલાડીઓ, ૩૦ પોલીસ જવાનો, મિયાંવાકી પધ્ધતિથી ગાઢ વનો ઉભા કરવા માટે ઉત્કૃષ્ઠ કામગીરી કરનારા ૬ વનવિભાગના કર્મચારીઓ, સીપીઆરની બેઝિક તાલીમ આપવા બદલ ૬ નવી સિવિલવા ડોકટરો, જિલ્લા પંચાયત આરોગ્ય શાખાના ત્રણ કર્મચારીઓ, ૬ જેટલા ૧૦૮ના કર્મયોગીઓ મળી આરોગ્ય, ખેતીવાડી, માહિતીક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનારા ૮૩ કર્મયોગીને સન્માનિત કરાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!