સરકારી કોલેજ, કાછલમાં રમત-ગમત ધારા અંતર્ગત રમતોત્સવ યોજાયો.

SHARE:

સરકારી કોલેજ, કાછલમાં રમત-ગમત ધારા અંતર્ગત રમતોત્સવ યોજાયો.

સરકારી વિનિયન, વાણિજ્ય અને વિજ્ઞાન કોલેજ, કાછલમાં સપ્તધારાની રમત-ગમત ધારા અંતર્ગત તા 23/01/2024 અને 24/01/2024ના રોજ આચાર્યશ્રી ડૉ.હેતલ એસ.ટંડેલ મેડમના માર્ગદર્શન હેઠળ રમતોત્સવ યોજવામાં આવ્યો. જેમાં પી.ટી ટીચર રોશનીબેન દ્વારા જુદી જુદી રમતો જેવી કે ક્રિકેટ, ગોળા ફેંક, બરછી ફેંક, ૧૫૦૦ મીટર દોડ, ચેસ, કેરમ, કબડ્ડી, ખો-ખો વગેરે જેવી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ઘણા બધા વિદ્યાર્થીઓ ભાગીદાર બની રમતોત્સવને આનંદમય અને ઉલ્લાસમય બનાવી દીધો હતો. સમગ્ર કાર્યક્રમનું આયોજન પી.ટી.ટીચર રોશનીબેન દ્વારા અને સમગ્ર સ્ટાફના સહયોગ -સંચાલનથી રમતોત્સવ પૂર્ણ કરવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!