સરકારી વિનિયન, વાણિજ્ય અને વિજ્ઞાન કોલેજ કાછલમાં ENT (કાન,નાક,ગળા) જાગૃતિ અંગેનો કાર્યક્રમ યોજવામાં આવ્યો

SHARE:

સરકારી વિનિયન, વાણિજ્ય અને વિજ્ઞાન કોલેજ કાછલમાં ENT (કાન,નાક,ગળા) જાગૃતિ અંગેનો કાર્યક્રમ યોજવામાં આવ્યો.

સરકારી કોલેજ, કાછલમાં ENT (કાન,નાક,ગળા) જાગૃતિ અંગેનો કાર્યક્રમ યોજવામાં આવ્યો.સરકારી વિનિયન, વાણિજ્ય અને વિજ્ઞાન કોલેજ કાછલમાં એન.એસ.એસ. વિભાગ અંતર્ગત તા.20/01/2024 ના રોજ આચાર્યશ્રી ડૉ. હેતલ એસ.ટંડેલ મેડમના માર્ગદર્શન હેઠળ ENT (કાન,નાક,ગળા) જાગૃતિ અંગેનો કાર્યક્રમ યોજવામાં આવ્યો. જેમાં બારડોલીમાં આવેલ સુદીપ હોસ્પિટલના ડૉ.પ્રયત્ન કુમાર (MS ENT) સાહેબે નાના બાળકોમાં સાંભળવાની ક્ષમતા છે કે નહીં તે ઓળખાવી, નાકમાંથી લોહી નીકળે ત્યારે બચાવકાર્ય, કાનમાં મચ્છર જાય, ગળામાંથી સિક્કો ગળી જવાય વગેરે જેવી પરિસ્થિતિમા બચાવકાર્યના પ્રાથમિક પગલાં જણાવ્યા હતાં. સાથે સાથે વિદ્યાર્થીઓને પ્રેરણાત્મક વિચારો પણ વાગોળ્યા હતાં. સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન એન.એસ.એસ પ્રોગ્રામ ઓફિસર ડૉ. તડવી અને પ્રા.આશા ઠાકોરના સહયોગથી કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!