મહિલા મોરચા દ્વારા યુવતી સંમેલન તથા મહિલા ખેલાડી સન્માન કાર્યક્રમ યોજાયો.

SHARE:

યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમમાં અને પ્રદેશ મહિલા મોરચા ના અધ્યક્ષા ડૉ દીપિકાબેન સરડવાજી ના માર્ગદર્શન હેઠળ સુરત જીલ્લા મહિલા મોરચા દ્વારા યુવતી સંમેલન તથા મહિલા ખેલાડી સન્માન કાર્યક્રમ ઊકાતરસાડીયા યુનિવર્સિટી માલીબા ખાતે આયજિત કરવામાં આવ્યો.આ સંમેલન માં પ્રદેશ મહિલા મોરચાના મહામંત્રી શ્રીમતી ડૉ તૃપ્તિબેન વ્યાસ,સાંસદ શ્રી પ્રભુ ભાઇ વસાવા,ધારાસભ્યોશ્રીઓ ઈશ્વરભાઈ પરમાર,મોહનભાઈ ઢોડિયા, ઉકા તરસાડીયા યુનિ.ના પ્રોવોક શ્રી દિનેશ શાહ, વુમન સેલ ના ચેરમેન શ્રીમતી અનુરાધા પાઠક અને સુરત જિલ્લા મહિલા મોરચા પ્રમુખ મનીષા ચૌધરી જેવા  મહાનભાવો દ્વારા વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું. તથા શ્રીમતિ હેમાલિબેન બોધાવાલાના વકતવ્ય ના માધ્યમ થી યુવતીઓ ને પ્રોત્સાહિત કરી રમત ગમત ક્ષેત્રે નેશનલ અને ઇન્ટરનશનલ લેવલ પર ખ્યાતિ મેળવનાર દીકરી ઓને સન્માનિત કરવામાં આવ્યાં.આ કાર્યક્રમ માં ખૂબ મોટી સંખ્યામાં ઉકા તરસાડીયા યુનિવર્સિટીની યુવતીઓ તથા સુરત જિલ્લા મહિલા મોરચાના મહામંત્રી અલ્પાબેન તથા હેમાંગીનીબેન અને તમામ મંડળમાંથી મહિલા મોરચા અને સંગઠનની બહેનો એ હાજર રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!