અનાવલ : મહુવા તાલુકામાં કેટલીક ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રીનો ની થયેલ બદલીના હુકમો બાદ ઓડચ ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા તેમની ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી ની બદલીના હુકમો રદ કરવાની લેખિત રજૂઆત તાલુકા વિકાસ અધિકારી મહુવા ને કરી છે.
મહુવા તાલુકામાં હાલ માં જ કેટલીક ગ્રામ પંચાયતો માં તલાટી કમ મંત્રી ઓનાં બદલીના હુકમો કરવામાં આવ્યા હતા .જેમાં ઓડચ ગામના તલાટી કમ મંત્રી હેમંતભાઈ પવાર નો પણ સામવેશ થયો હતો.ત્યારે ઓડચ ગ્રામ પંચાયત ના સરપંચ ,સભ્યો અને આગેવાનો દ્વારા ટીડીઓ મહુવા ને લેખિત રજૂઆત કરવામાં આવી છે કે ઓડચ ગ્રામ પંચાયતના સેજા હેઠળના કાર્ય વિસ્તારના કામો જોતા તલાટી કમ મંત્રી હેમંતભાઈ પવારની બદલીની કોઈ જરૂર નથી અને ગ્રામજનોને તેમની કામગીરીથી સંતોષ છે તો બદલી રદ કરવાની અરજ કરવામાં આવી છે.





