કાછલ કોલેજના એન.એસ.એસના સ્વયંસેવકોએ મહુવા સુગર અને સુમુલ ડેરીની મુલાકાત લીધી.

SHARE:

કાછલ કોલેજના એન.એસ.એસના સ્વયંસેવકોએ મહુવા સુગર અને સુમુલ ડેરીની મુલાકાત લીધી.

સુરત જિલ્લાના મહુવા તાલુકામાં આવેલ સરકારી વિનયન,વાણિજય અને વિજ્ઞાન કૉલેજ, કાછલમાં એન. એસ. એસ વિભાગ અંતર્ગત અને શ્રી સર્વોદય કેળવણી મંડળ કરચેલીયા સંચાલિત “આશ્રમશાળા કરચેલીયા”ગામ -કૂપાવાડી ખાતે વાર્ષિક ખાસ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમ અંતર્ગત તા.09/01/2024ને મંગળવાર ના દીને મહુવા સુગરમિલની ઔદ્યોગિક સંસ્થાની મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સવારે વાંસકુઈ ખાતે આવેલ “ દૂધ ઉત્પાદક સહકારી મંડળી, સુમુલ”ની મુલાકાત લીધી હતી. ત્યાં ડૉ. વિરુભાઈ સૌ પ્રથમ સર્પ ગંધા, બ્રાહ્મી,કરિયાતુ, પીપરમીટ, અમેરિકન ફુદીનો, તમાલપત્ર, ઈલાયચી, શતાવરી જેવા ઔષધીય છોડના ગુણો અને તેનું મહત્વ પણ જણાવ્યું હતું. ત્યારબાદ વાછરડી,પાડી ઉછેર કેન્દ્રની મુલાકાત લેવામાં આવી હતી અને પશુપાલન કરતાં કઈ કઈ બાબતોની જાણકારી હોવી જોઈએ તેની માહિતી આપવામાં આવી હતી.ગાયોને કયું દાણ આપવું, કેટલું આપવું અને આ ક્ષેત્રે કેવી રીતે રોજગારી મેળવી શકાય ? આવી તમામ બાબતોની ચર્ચા કરી હતી. સાથે સાથે ગીર ગાય તેમજ નીલડી ગાય જેનું દૂધ સ્વયં શ્રીકૃષ્ણ પીતા આવી તમામ ગાયોની જુદી જુદી જાતોની માહિતી પૂરી પાડી હતી. ગોબર ગેસ પ્લાન્ટ, વર્મી કમ્પોસ્ટ ખાતર બનાવવાની વિધિ પણ બતાવી હતી. ત્યારબાદ મહુવા સુગર ફેકટરી ફેક્ટરીની મુલાકાત લેવામાં આવી હતી. સેફટી ઓફિસર દીપકભાઈ પટેલે શેરડીમાંથી ખાંડ બને ત્યાં સુધીની સમસ્ત પ્રક્રિયા બતાવી. તથા શેરડીમાંથી તમામ રસ નીકળી ગયા પછી વેસ્ટેજ માલમાંથી બાયો ફર્ટીલાઈઝ પ્લાન્ટ, પ્લાય, ઈંટ વગેરેમાં તેનો ઉપયોગ કરે છે. ખાંડને ચોખ્ખી કરવાની પ્રક્રિયા વગેરે બાબતો અમારાં કોલેજના સ્વયંસેવકોને સમજાવવામાં આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!