મહુવા પોલીસ સ્ટેશન દ્વારા કબજે કરાયેલા વાહનો/ભંગારની તા.૧૧મીએ હરાજી કરાશેઃ વેપારીઓ-જાહેર જનતા હરાજીમાં ભાગ લઇ શકશેઃ
મહુવા પોલીસ સ્ટેશનમાં અલગ અલગ કામે કબ્જે કરવામાં આવેલા વાહનો/ ભંગારની જાહેર હરાજી તા.૧૧/૦૧/૨૦૨૪ના રોજ ૧૦:૦૦ કલાકે યોજાશે. હરાજીમાં ભાગ લેવા ઇચ્છતા વેપારી/જાહેર જનતાએ હરાજીની તા.૧૧/૦૧/૨૦૨૪ના રોજ ૬:૦૦ વાગ્યા પહેલા હરકોઇ દિવસે મહુવા પોલીસ સ્ટેશન ખાતે હાજર રહી જરૂરી ફોર્મ ભરી ,ડિપોઝીટ પેટે રૂ.૫૦,૦૦૦ રોકડા ભરી ફોર્મ સાથે આધારકાર્ડ, પાન કાર્ડ તથા જી.એસ.ટી. નંબરની વિગતો જોડવાની રહેશે,જે ડિપોઝીટના નાણાં રિફંડેબલ રહેશે.
હરાજીની શરતો મહુવા પો.સ્ટે. ખાતે રૂબરૂ આવીને જણી શકશો તેમજ હરાજી થનાર વાહનો મહુવા પોલીસ સ્ટેશનના કંમ્પાઉન્ડમાં મુકવામાં આવ્યા છે.જે વાહનોનું નિરીક્ષણ આજથી હરાજીની તારીખ પહેલા રૂબરૂ આવીને કરી શકાશે,હરાજી મંજુર કરવી કે નહિ તેનો અબાધિત અધિકારી હરાજી કરનાર કમીટીનો રહેશે. હારાજીની તારીખમાં કોઇ ફેરફાર કરવામાં આવશે તો જાહેર અખબાર યાદીમાં આપવામાં આવશે એમ મહુવા પોલીસ સ્ટેશન,સુરત ગામ્યની પોલીસ સબ ઇન્સ્પેકટર એસ.એમ.પટેલની યાદીમાં જણાવાયું છે.





