સુરતમાં તા.૪ થી ૧૦ જાન્યુઆરી દરમિયાન કેન્દ્રીય યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલય દ્વારા દ્વારા ૧૫ મો આદિવાસી યુવા આદાન-પ્રદાન કાર્યક્રમ યોજાશે

SHARE:

સુરતમાં તા.૪ થી ૧૦ જાન્યુઆરી દરમિયાન કેન્દ્રીય યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલય દ્વારા દ્વારા ૧૫ મો આદિવાસી યુવા આદાન-પ્રદાન કાર્યક્રમ યોજાશે
———
ઝારખંડ, ઓડિશા, આંધ્રપ્રદેશ અને તેલંગાણા રાજ્યના ૨૨૦ આદિવાસી યુવાનો ભાગ લેશે
———
સુરતઃબુધવારઃ કેન્દ્રીય નેહરૂ યુવા કેન્દ્ર યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલય તેમજ ગૃહ મંત્રાલયના ઉપક્રમે આગામી તા.૪ થી ૧૦ જાન્યુઆરી દરમિયાન સુરત જિલ્લાના કામરેજ સ્થિત દાદા ભગવાન ત્રિમંદિર ખાતે ૧૫ મો આદિવાસી યુવા આદાન-પ્રદાન કાર્યક્રમ યોજાશે. જેમાં ઝારખંડ રાજ્યના ચતરા, ગિરીધ, લાતેહાર, વેસ્ટ સિઘંભૂમ, સરાઇકેલા, ખરવાસા જિલ્લા, ઓડિશા રાજ્યના મલકાનગીરી, કાલાહાંડી જિલ્લા, આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ તેમજ તેલંગાણા રાજ્યના ભદ્રાદી- કોથાગુદેમ જિલ્લાઓમાંથી કુલ ૨૨૦ આદિવાસી યુવાઓ ભાગ લેશે. આદાન-પ્રદાન કાર્યક્રમનો શુભારંભ સાંસદશ્રી પ્રભુભાઈ વસાવાના વરદ હસ્તે થશે.
નેહરૂ યુવા કેન્દ્ર સુરતના જિલ્લા યુવા અધિકારી સચિન શર્માના નેતૃત્વ તેમજ ગુજરાત રાજ્યના રાજ્ય નિર્દેશક મનીષા શાહના માર્ગદર્શન હેઠળ ૨૨૦ આદિવાસી યુવાઓ સુરતના ઐતિહાસિક અને ઔદ્યોગિક સ્થળો, ડેરી ઉદ્યોગ તેમજ સરકારી કચેરીઓ સહિત આઈકોનિક સ્થળોની મુલાકાત લેશે. તેમનામાં કૌશલ્ય, એકતા અને વિકાસના ગુણો ખીલે તે માટે તાલીમસત્ર, સાંસ્કૃતિક કાર્યક્રમો અને ભાષણ પ્રતિયોગિતા યોજાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વધુ વાંચો
error: Content is protected !!