શેખપુર ગામમાં ઐતિહાસિક દીનની ઉજવણી સાથે પુસ્તકાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું.
મહુવા તાલુકાનું ઐતિહાસિક ગામ શેખપુર કે જ્યાં રાનીપરજ નું નામ લેતા જ શેખપુર ગામની યાદ તાજી થઈ જાય છે એવા શેખપુર ગામના તાલુકા પંચાયત સભ્ય પરિમલ પટેલ જેમણે ગામમાં લાઈબ્રેરી ની માંગણી કરેલ હતી જે લાઈબ્રેરી સંપૂર્ણ રીતે તૈયાર થઈ જતા ૧ જાન્યુઆરી રાનીપરજ સ્થાપના દિનના ઐતિહાસિક દીને શેખપુર ગામની ઐતિહાસિક ધરોહર પર પવિત્ર એવા ૧૫૧ વર્ષ જુના પીપળા ના ઝાડને વિધિવત આદીવાસી રીત રિવાજ મુજબ પૂજા વિધિ કરવામાં આવી હતી.આ પ્રસંગે રાનીપરજ સમિતિ દ્વારા નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવામાં આવી હતી તેમજ આજના ઐતિહાસિક દીને ગામમાં તૈયાર થયેલ લાઈબ્રેરી નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું ગામમાં બનેલ લાઈબ્રેરી જેનું નામ ડો.એ.પી.જે.અબ્દુલ કલામ પુસ્તકાલય રાખવામાં આવ્યું છે.આજના ઐતિહાસિક દીને સૌ કોઈ ઉપસ્થિત આગેવાનો આદીવાસી વાજિંત્ર તુર સાથે ઝૂમી ઉઠ્યા હતા.આ ઐતિહાસિક દિનની ઉજવણી સાથે પુસ્તકાલય ના લોકાર્પણ પ્રસંગે સહકારી આગેવાન અને સુમુલ ડેરી ચેરમેન માનસિંહ પટેલ,મહુવા તાલુકા પંચાયત પ્રમુખ શિલાબેન,મહુવા સુગર ડિરેકટર તુષારભાઈ, વિપુલભાઈ,જિલ્લા પંચાયત સભ્ય જીનેશભાઈ ભાવસાર ,ગામના સરપંચ પિનલભાઈ,રાનીપરજ સમિતિના સભ્યો તેમજ અન્ય આગેવાનો અને વડીલોની ઉપસ્થિતિ વચ્ચે રાનીપરજ સ્થાપના દિનની ઉજવણી અને પુસ્તકાલય નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.





