કાછલ કોલેજમાં સપ્તધારા અંતર્ગત ગઝલ અને સમૂહગીત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું.
સરકારી, વિનયન, વાણિજ્ય અને વિજ્ઞાન કોલેજ કાછલમાં તારીખ 28/12/2023 , ગુરૂવારના રોજ આચાર્યશ્રી ડૉ.હેતલ એસ.ટંડેલ મૅડમનાં માર્ગદર્શન હેઠળ સપ્તધારા અંતર્ગત ગઝલપઠન અને સમૂહગીત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. જેમાં ગઝલ સ્પર્ધામાં પ્રથમ ક્રમાંકે ધોડિયા વિશાલ કુમાર વિજેતા બનેલ છે. તથા સમૂહગીતમાં પ્રથમ ક્રમાંકે જૈનીશ અને ટીમ તેમજ દ્વિતીય ક્રમાંકે ફોરમ અને ટીમ વિજેતા બનેલ છે. નિર્ણાયક તરીકેની ભૂમિકા IQAC કોર્ડીનેટર ડૉ.ગુંજન શાહ, કોમર્સના પ્રાધ્યાપિકા ડૉ.વિશાખા મોદી અને વિજ્ઞાન કોલેજના પ્રાધ્યાપક પ્રા.બ્રિજેશ ગેલાત સાહેબે નિભાવી હતી. સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન સપ્તધારા કોર્ડિનેટર ડૉ.ધ્વનિ દેસાઈએ કર્યું હતું. કૉલેજના આચાર્યશ્રી અને સમસ્ત સ્ટાફ પરિવારના સહયોગથી થકી તથા રાષ્ટ્ર ગીત ગાઈને કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો.




