મહુવા અનાવલ સ્ટેટ હાઇવે પર કરચેલીયા ગામની સીમમાં મોટર સાયકલ અને મોપેડ બાઇક વચ્ચે સામ-સામે જબરદસ્ત ટક્કર ચારને થઈ ઇજા.
મહુવા અનાવલ સ્ટેટ હાઇવે પર કરચેલીયા ગામની સીમમાં એક મોટર સાયકલ અને મોપેડ બાઇક વચ્ચે સામ સામે જબરજસ્ત ટક્કર સર્જાતાં ચારને ઇજાઓ પહોંચી હતી જ્યારે બે ની હાલત વધુ ગંભીર હોવાનું જાણવા મળે છે.મોટર સાયકલ નંબર GJ.05.DJ 6450 અને મોપેડ બાઇક જે નવી હોય જેનો નંબર હજુ લગાવેલ ના હોય આ બંને વચ્ચે અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં બે મોટર સાયકલ મળી ચાલક તેમજ સવાર એમ ચારને ઇજાઓ પહોંચી હતી.સામાન્ય ઇજાગ્રસ્તો ને નજીક ના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખાનગી વાહનોમાં પ્રાથમિક સારવાર અર્થે સ્થાનિકો દ્વારા લઈ જવામાં આવ્યા હતા જ્યારે બે ને ગંભીર ઇજાઓ થતાં 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.




