Traffic Tail

મહુવા અનાવલ સ્ટેટ હાઇવે પર અચાનક ફંગોળાઈ ના જતા રહેજો સાવધાન.

SHARE:

મહુવા અનાવલ સ્ટેટ હાઇવે પર અચાનક ફંગોળાઈ ના જતા રહેજો સાવધાન.

મહુવા અનાવલ પર સ્ટેટ હાઇવે આમ તો હાલ વિકાસ ના પંથે આગળ વધી રહ્યો છે.પરંતુ વિકાસના પંથે આગળ વધતા રાહદારીઓ થઈ જજો સાવધાન.મહુવા અનાવલ સ્ટેટ હાઇવે પર ત્રણ જેટલા પુલનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે ત્યારે અંબિકા અને કાવેરી વચ્ચે ના પુલને હવે આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે ત્યારે વહેવલ ગામની સીમમાં જંગલ વિસ્તારમાં ડૂબાવ પુલને પણ હવે આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.ત્યારે હવે જુના ડૂબાવ પુલને બંધ કરીને નવા પુલને શરૂ કરવામાં આવ્યો છે ત્યારે નવા પુલની શરૂઆત અને પુલના બાકી કામનું પણ નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે ત્યારે વહેવલ તરફથી અનાવલ તરફ જતા સમયે પુલ તરફ ટેકરા થી ઉતરતા પૂર્વે કોન્ટ્રાકટર દ્વારા માટીનો મસમોટો બમ્પફર બનાવી દેવામાં આવ્યો જે બમ્પર ના બંને તરફ કોઈપણ દિશા સૂચક બોર્ડ લગાવવામાં આવ્યા નથી અને નાતો માટીના આ બમ્પર કોઈ રીફલેક્ટર પટ્ટા પાડવામાં આવ્યા નથી ત્યારે અજાણ્યા વાહન ચાલકો માટે મુશ્કેલીઓ તો રાત્રી દરમ્યાન તો સ્પીડમાં આવતા વાહનો માટે પોતાના વાહનને હવામાં ફગોળવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી જેથી ચેતી જજો નહિ તમે પણ પોતાના વાહનો હવામાં ફંગોળાઈ જશો.જેથી મહુવા અનાવલ સ્ટેટ હાઇવે પર થઇ જાવ સાવધાન.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!