મહુવા તાલુકાના રાણત ગામના ગ્રામવાસીઓએ વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથનું ભવ્ય સ્વાગત કર્યું:
કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ:
કેન્દ્ર અને રાજ્ય સરકારની ફ્લેગશીપ યોજનાઓના લાભો ગામે ગામ સુધી પહોંચે તેવા આશયથી સુરતના મહુવા તાલુકાના રાણત ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આવી પહોંચ્યો હતો.જ્યાં ગ્રામજનો દ્વારા સંકલ્પ યાત્રાના રથનું ભવ્ય સ્વાગત કરી વિકસિત ભારતની સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી.
આ પ્રસંગે ગામના અગ્રણીય વિજયભાઈ દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન કરવામાં આવ્યું અને વિકસિત ભારત સંકલ્પ યાત્રા વિશે તમામ યોજના વિશે ગ્રામજનો ને માહિતી પૂરી પાડી હતી. તેમજ વિવિધ શાખાઓના અધિકારી, કર્મચારી દ્વારા કેન્દ્ર અને રાજય સરકારની પોષણ અભિયાન, પી.એમ કિસાન સમ્મના નિધિ યોજના, કિસાન ક્રેડિટ કાર્ડ યોજના, વિશ્વકર્મા યોજના, આયુષ્યમાન કાર્ડ,જલ જીવન મિશન યોજના, અટલ પેન્શન યોજના, પ્રાકૃતિક ખેતી, આઇ.સી.ડી વિભાગ, પશુપાલન માટેની યોજનાઓ જેવી વિવિધ વિભાગોની યોજનાઓ વિષે વિસ્તૃત માહિતી પુરી પાડવામાં આવી હતી.
આ અવસરે મહાનુભવોના હસ્તે સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. પોષણ અભિયાન, પી.એમ.જે.વાય, સખી મંડળ, ખેતીવાડી વિભાગ, આરોગ્ય વિભાગના અને આઇ. સી.ડી.એસ વિભાગના લાભાર્થીઓએ પોતાના અનુભવો જણાવ્યા હતા.
આ પ્રસંગે તાલુકા પંચાયતના સભ્ય વૈશાલીબેન, ટી.ડી.ઓ. પી. સી. મહાલા, સંગઠન પ્રમુખ હિતેશભાઈ નાયક, બાગાયત અધિકારી ઉમેશભાઈ ચૌહાણ , સરપંચ રાધાબેન હળપતિ , ગામના તલાટી, આંગણવાડી કાયૅકર, આરોગ્ય સ્ટાફ અને અન્ય વિભાગના અધિકારી, તાલુકા પંચાયતના સભ્ય તેમજ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો, લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.




