Traffic Tail

તા.૭ ડિસે.ના રોજ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ સુરત જિલ્લાના આઠ તાલુકાના ૧૩ ગામોમાં પરિભ્રમણ કરશે

SHARE:

તા.૭ ડિસે.ના રોજ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ સુરત જિલ્લાના આઠ તાલુકાના ૧૩ ગામોમાં પરિભ્રમણ કરશે

કેન્દ્ર સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ લેવા અનુરોધ
સુરત જિલ્લામાં ગામે ગામ વિકસિત ભારત સંકલ્પ યાત્રા ફરી રહી છે. ઠેર ઠેર સંકલ્પ યાત્રાના રથોનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે. આવતી કાલ તા.૭ ડિસેમ્બરના રોજ ૨૩મા દિવસે સુરત જિલ્લાના આઠ તાલુકાના ૧૩ ગામોમાં વિકસિત ભારત યાત્રાનો રથ પરિભ્રમણ કરશે. જેમાં ગ્રામજનોએ આરોગ્ય કેમ્પો, આધાર કાર્ડના સુધારા વધારા તથા અન્ય યોજનાઓના લાભો લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.
બારડોલી તાલુકાના જુની કીકવાડ અને નવી કીકવાડ ગામે, ઉમરપાડાના ઉમરખાડી અને કેવડી ગામે, ઓલપાડના કોબાગ્રુપ અને પારડીકોબા ગામે, પલસાણાના વરેલી ગામે, મહુવાના શેખપુર અને મીયાપુર ગ્રુપ ગામે, માંડવીના ટીટોઇ અને ઉટેવા ગામે, માંગરોળ તાલુકાના દિણોદ અને બોરીદરા ગામે અને કામરેજ તાલુકાના પ્રાથમિક શાળા ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ પરીભ્રમણ કરશે. જેમાં મહાનુભાવોના હસ્તે વિવિધ યોજનાના લાભાર્થીઓને લાભ આપવામાં આવશે. સાથે જ ગ્રામવાસીઓને વિકસિત ભારત સંકલ્પ યાત્રા પર નિર્મિત ફિલ્મ બતાવાશે.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!