મહુવાના વલવાડા ગામે ભગત ફળિયામાં રહેતા 34 વર્ષીય યુવાનને કરંટ લાગતા મોત નીપજ્યું
ટ્રકની કેબીન ઉપર ચડીને નેટ કંતાનનો સામાન સંકેલતા GEBના જીવંત તારને હાથ અડી જતા મોત
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર મહુવા તાલુકામાં ભગત ફળીયામાં રહેતા 34 વર્ષીય મહેશ અમૃત પટેલ આજરોજ 7.30 વાગ્યા ના અરસામાં મહુવાના ઉમરા ગામે મંદિર ફળિયામાં રહેતા તેમના શેઠ બિપિન વલ્લભ પ્રજાપતિને ત્યાં ટ્રકમાં મજૂરી કામ કરવા માટે ગયેલ હોય ત્યા ટ્રકમા નેટ કંતાનનો સામાન કેબીન પર ચડીને સંકેલતો હતો ત્યારે મહેશભાઈ અમૃતભાઇનો હાથ ઊપરના ભાગે ઇલેકટ્રીક તાર હોય તેને અડી જતા ઇલેકટ્રીક કરંટ લાગતા તે નિયે પડી ગયેલ હતો જેની જાણ શેઠ બિપિનભાઇને થતા તેઓ તેમની ફોર વ્હીલ ગાળીમાં મહેશભાઇ અમૃતભાઇને બેસાડીને સારવાર અર્થે અનાવલ સરકારી દવાખાના ખાતે લઈ આવેલ હતા ત્યારે ફરજ પરના ડોક્ટરે મહેશભાઇ અમૃતભાઇને તપાસીને મૃત જાહેર કર્યા હતા જ્યારે આ ઘટનાની જાણ મહુવા પોલીસ એ.એસ.આઈ જીતેન્દ્ર પાટીલને થતા ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે .






