Traffic Tail

તા.૩ ડિસે.ના રોજ બારડોલી, માંડવી અને મહુવા તાલુકાના ગામોમાં વિકસિત ભારત યાત્રાનો રથ ૬ ગામોમાં પરિભ્રમણ કરશે

SHARE:

તા.૩ ડિસે.ના રોજ બારડોલી, માંડવી અને મહુવા તાલુકાના ગામોમાં વિકસિત ભારત યાત્રાનો રથ ૬ ગામોમાં પરિભ્રમણ કરશે

કેન્દ્ર સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ કરાશે

તા.૩ ડિસેમ્બરના રોજ ૧૯ માં દિવસે સુરત જિલ્લાના બારડોલી, માંડવી અને મહુવા તાલુકામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ ૬ ગામોમાં પરિભ્રમણ કરશે, જેમાં કેન્દ્ર તથા રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભ મળવાપાત્ર તમામ લાભાર્થીઓ સુધી પહોંચે, સરકારની તમામ યોજનાની જાણકારી ગ્રામજનો સુધી પહોંચે અને જરૂરિયાતમંદોને લાભ મળી રહે તે હેતુથી ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ વિવિધ ગામોમાં પરિભ્રમણ કરી લોકોને જાગૃત કરશે.
બારડોલી તાલુકાના બાલ્દા ગામે સવારે ૧૧:૦૦ અને ભેંસુદલા ગામે બપોરે ૩:૦૦ , માંડવીના કીમડુંગરા ગામે સવારે ૧૦:૦૦ અને ફૂલવાડી ગામે બપોરે ૨:૩૦ તેમજ મહુવાના બારતાડ ગ્રુપ ગામે સવારે ૧૦:૩૦ કલાકે અને કરચેલીયા ગામે બપોરે ૨:૩૦ કલાકે રથનું આગમન થશે. જેમાં વિવિધ યોજનાના લાભાર્થીઓને લાભ આપવામાં આવશે. સાથે જ ગ્રામવાસીઓને વિકસિત ભારત સંકલ્પ યાત્રા પર નિર્મિત ફિલ્મ બતાવાશે.
વિકસિત ભારત સંકલ્પ યાત્રાના આયોજનનો મુખ્ય ઉદ્દેશ છેવાડાના માનવી કે જે વિવિધ યોજનાઓનો લાભ લેવાપાત્ર છે, પરંતુ લાભ મળ્યો નથી તેમના સુધી પહોંચવાનો છે. ઉપરાંત, યોજનાઓની માહિતીનો પ્રચાર-પ્રસાર કરી નાગરિકોમાં જાગૃતિ લાવવા,સરકારી યોજનાઓના લાભાર્થીઓ સાથે વાર્તાલાપ કરી તેમના અનુભવ જાણવા તેમજ યાત્રા દરમિયાન નિશ્ચિત વિગતો દ્વારા સંભવિત લાભાર્થીઓની નોંધણી કરાવી તેમને પણ સરકારી યોજનાઓનો લાભ અપાવી ૧૦૦ ટકા લક્ષ્ય હાંસલ કરવાના ઉદ્દેશ છે.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!