Traffic Tail

ગજબની સ્કૂલ! વિધાર્થી ધો.10 માં નાપાસ છતાં 11મું પાસ કરી ગયો.

SHARE:

ગજબની સ્કૂલ! વિધાર્થી ધો.10 માં નાપાસ છતાં 11મું પાસ કરી ગયો.

પ્રાપ્ત વિગત મુજબ મહુવા તાલુકાના બારતાડ ગામે મેડિયા ફળિયામાં રહેતો વિદ્યાર્થી હળપતિ મેહુલકુમાર કેતનભાઈ કરચેલીયા ગામે આવેલ બી.બી.સાર્વજનિક હાઈસ્કૂલમાં ધોરણ-10મા અભ્યાસ કરી માર્ચ-2022મા એસ.એસ.સી બોર્ડની પરીક્ષા આપી હતી.જે પરીક્ષામાં વિદ્યાર્થી મેહુલ બે વિષયમાં નાપાસ થયો હતો.વિદ્યાર્થી મેહુલ હળપતિ બોર્ડની પરીક્ષામાં નાપાસ થયો હોવા છતા તેણે મહુવા તાલુકાની કરચેલીયા બી.બી.સાર્વજનિક હાઈસ્કૂલમાં ધોરણ-11મા સામાન્ય વિભાગમા એડમિશન લેવા માટે ફોર્મ ભર્યુ હતુ.જે ફોર્મ શાળાના શિક્ષકો દ્વારા ચેક કર્યા વિના જ સ્વીકારી લઈ વિદ્યાર્થી હળપતિ મેહુલને એડમિશન આપી દિધુ હતુ.અને ધોરણ-12મા દિવાળી સુધી એક સત્ર અભ્યાસ પણ કર્યો હતો તે દરમિયાન દિવાળી વેકેશનમા એચ.એસ.સી બોર્ડની પરીક્ષા માટેના ઓનલાઈન ફોર્મ ભરવાના શાળા દ્વારા શરૂ કરાતા જ વિદ્યાર્થી મેહુલ હળપતિ ધોરણ-10મા નાપાસ હોવાનુ બહાર આવી તેનુ ફોર્મ સબમિટ ન થતા શાળાની બેદરકારી બહાર આવી હતી.
વિદ્યાર્થી મેહુલ હળપતિ દિવાળી બાદ શાળામાં આવતા તેને શિક્ષકો દ્વારા શાળામાં બેસવા ન દઈ ઘરે મોકલી આપતા સમગ્ર હકીકતો બહાર આવી હતી.

બોકસ :——————

હાલ હું બહાર છુ મને શાળાના શિક્ષક દ્વારા આ અંગે ટેલિફોનિક માહિતી આપવામાં આવી છે.મેં કોઈ ડોક્યુમેન્ટ જોયા નથી.શાળામાં જઈ ડોક્યુમેન્ટ ચેક કરી તપાસ કર્યા બાદ ફોર્મ સ્વીકારનાર જે શિક્ષકની બેદરકારી હશે તેને લેખિત નોટિસ આપવામાં આવશે.ફોર્મ ચકાસનાર મારા શિક્ષકની સાથે સાથે ખોટુ ફોર્મ ભરનાર વિદ્યાર્થીની પણ ભૂલ છે.
– ભદ્રેશભાઈ પટેલ ( આચાર્ય,બી.બી.સાર્વજનિક વિદ્યાલય કરચેલીયા )

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!