Traffic Tail

સાંબા ગામે દીપડાનો વધુ એક હિંસક હુમલો.

SHARE:

મહુવા તાલુકામાં અવારનવાર અબોલ પશુઓ ઉપર દીપડાએ હુમલા કર્યાના કિસ્સાઓ બહાર આવી રહ્યા છે. ત્યારે બે દિવસ પહેલા સાંજના સુમારે મહુવા તાલુકાના સાંબા ગામે વિનોબા ફળિયામાં રાકેશભાઈ રામુભાઈ કેદારીયાના કોઢારમાં ઘુસી દીપડાએ ભેંસની પાડી ઉપર હુમલો કર્યો હતો.અને પાડીના ગળાના ભાગે નખ મારી પાડીને લોહીલુહાણ કરી નાખી હતી.જોકે ત્યારબાદ પશુપાલકે બૂમાબૂમ કરતા દીપડો ભેંસની પાડીને છોડી પલાયન થઈ ગયો હતો.ત્યારબાદ બીજા દિવસે ફરી દીપડો આ પાડીના શિકાર માટે આવ્યો હતો પરંતુ પશુપાલકે લાઈટ ચાલુ કરી બૂમાબૂમ કરતા દીપડો પાછળ ખેતરમાં ભાગી ગયો હતો.આ ઘટનાને પગલે ગ્રામજનોમા હાલ ભયનો માહોલ છવાઈ ગયો છે.દીપડાના હુમલાના બે દિવસ બાદ જીવન મરણ વચ્ચે ઝોલા ખાતી પાડીનુ મોત નિપજતા પશુપાલક ભારે દુખી થઈ ગયા હતા.અને મહુવા વનવિભાગને આ દીપડાને પાંજરે પુરી ગ્રામજનોને ભયમુક્ત કરવાની માંગ કરી હતી.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!