Traffic Tail

વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથનું મહુવા તાલુકાના દેદવાસણ ગામે ભવ્ય સ્વાગત કરાયું.

SHARE:

વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથનું મહુવા તાલુકાના દેદવાસણ ગામે ભવ્ય સ્વાગત કરાયું.

કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ
કેન્દ્ર અને રાજ્ય સરકારની ફ્લેગશીપ યોજનાઓના લાભો ગામે ગામ સુધી પહોંચે તેવા આશયથી સુરતના મહુવા તાલુકાના દેદવાસણ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આવી પહોંચ્યો હતો. જ્યાં ગ્રામજનો દ્વારા સંકલ્પ યાત્રાના રથનું ભવ્ય સ્વાગત કરાઇ વિકસિત ભારતની સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી.
જેમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ડો. દિપકભાઈ દરજી દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન કરવામાં આવ્યું હતું. તેમજ વિવિધ શાખાઓ દ્વારા કેન્દ્ર અને રાજય સરકારની પોષણ અભિયાન, પી.એમ કિસાન વય યોજના, કિસાન ક્રેડિટ કાર્ડ યોજના, વિશ્વકર્મા યોજના, આયુષ્યમાન કાર્ડ,જલ જીવન મિશન યોજના, અટલ પેન્શન યોજના, પ્રાકૃતિક ખેતી, પશુપાલન માટેની યોજનાઓ જેવી વિવિધ વિભાગોની યોજનાઓ વિષે વિસ્તૃત માહિતી પુરી પાડવામાં હતી.
આ અવસરે મહાનુભવોના હસ્તે સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે દેદવાસણ ગામે તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી શીલાબેન પટેલ, તાલુકા વિકાસ અધિકારી શ્રી પી. સી. માહલા, જિલ્લા પંચાયતના સભ્ય શ્રીમતી રીટાબેન પટેલ, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ શ્રી ચેતનભાઈ મિસ્ત્રી, તાલુકા શિક્ષણ અધિકારી શ્રી કેતનભાઈ ચૌધરી, તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ ધર્મેશભાઈ પટેલ, સવિતાબેન પટેલ, ચંદ્રકાંતભાઈ પટેલ, માજી તાલુકા પ્રમુખ હિતેન્દ્ભભાઈ, ગામના પ્રથમ નાગરિક એવા સરપંચ શ્રીમતી કલ્પનાબેન પટેલ, ગામના તલાટી-કમ-મંત્રીશ્રી, મુખ્ય સેવિકા બેન, આંગણવાડી કાયૅકર, આરોગ્ય સ્ટાફ અને અન્ય વિભાગના અધિકારી સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો, લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Traffic Tail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!